સેન્સેક્સ પહેલીવાર ૩૮,૨૦૦ની સપાટીએ પહોંચ્યો

મુંબઈઃ શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસની શરૂઆત તેજી સાથે થઈ. સેન્સેક્સ ૩૮,૦૭૫.૦૭ પર ખુલ્યો અને ૩૮,૧૭૬.૩૭નો અત્યાર સુધીના સૌથો ઊંચા સ્તરે પહોંચ્યો. નિફ્ટીની ઓપનિંગ ૧૧,૫૦૨.૧૦ પર થઈ અને ૧૧,૫૨૯.૬૫ના હાઇ લેવલે પહોંચ્યો. નિફ્ટી સોમવારે પહેલીવાર ૧૧,૫૦૦ લેવલે પહોંચ્યો.
નિફ્ટી પર લાર્સન એન્ડ ટુબ્રો, કોલ ઈન્ડિયા, યસ બેંક, ઓએનજીસી અને ટાટા સ્ટીલના શેરોમાં ૧થી ૪% સુધી ઉછાળો નોંધાયો છે. બીએસઈ પર ૧૬ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી આવી. કેપિટલ ગુડ્‌સ ઇન્ડેક્સ ૨.૫% સુધી ઉછળ્યો.
આઈટી કં૫ની ઇન્ફોસિસનો શેર ૩.૯૭% સુધી તૂટી ગયો. તે એક મહિનામાં સૌથી મોટું ગાબડું છે. કંપનીના સીએફઓ એમડી રંગનાથે શનિવારે રાજીનામું આપ્યુંજેના કારણે ઇન્ફોસિસના બોર્ડે મંજૂરી આપી દીધી. ગયા વર્ષે ૧૮ ઓગસ્ટે વિશાલ સિક્કાએ સીઈઓ પદથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ પણ ઇન્ફોસિસનો શેર ૧૦% ગબડ્યો હતો.