સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક

મુંબઈ : બજેટ પછી શેરબજારમાં ઘટાડી તરફી ઝોક આજે સોમવારે ખુલતા જ જોવા મળ્યો છે. સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૪,૬૧૬એ ખુલ્યો હતો. જ્યારે નિફટી ૧૦,૬૦૦ની નીચલી સપાટીએ ખુલ્યો હતો. આ સાથે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૨.૭૫ ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફટી મિડ કેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો કડાકો બોલાયો છે.
બજેટના દિવસે પણ સેન્સેક્સ ૫૮.૩૬ પોઈન્ટ ઘટી ૩૫,૯૦૬એ સરકી ગયો હતો. જ્યારે નિફટી ૧૦ પોઈન્ટના ઘટાડે ૧૧,૦૧૬એ બંધ હતો. રોકાણકારોને બજેટ પ્રત્યે વધારે આશાવાદ ન હતો અને બજેટના દિવસે પણ બજારનો ઘટ્યા મથાળે કામકાજનો આરંભ થયો હતો.
સામાન્ય બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાદવાની જાહેરાત સાથે શુક્રવારે શેર બજારમાં ભારે કડાકો બોલાયો હતો. જે ગત વર્ષનો સૌથી મોટો કડાકો હતો.