સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઘટીને ૩૩,૨૩૦ની સપાટી ઉપર

મુંબઇ : શેરબજારમાં આજે સવારે મંદી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઘટીને ૩૩૨૩૦ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૨૮૩ની નીચી સપાટી પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં નજીવા ફેરફારની સ્થિતી રહી હતી. શેરબજારમાં આઠ પરિબળોની અસર સીધી રીતે જાવા મળી શકે છે.ત્રિમાસિક ગાળાના આગામી બેચના પરિણામો, જીએસટી સંબંધિત શેર, માઇક્રોઇકોનોમિક નંબર્સ, ક્રુડ ઓઇલની કિંમતો, વૈશ્વિક પરિબળો અને ટેકનિકલ પાસાની સીધી અસર થનાર છે. કારોબારી હાલમાં સાવધાન રહીને કારોબાર કરવા અને રોકાણ કરવા માંગે છે. સન ફાર્મા અને ગેઇલના પરિણામ ૧૪મીના દિવસે જારી કરવામાં આવનાર છે. હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જાવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી.જીએસટી કાઉÂન્સલની બેઠકમાં ૧૦મી નવેમ્બરે ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો હતો.