સેંસેક્સ ૩૩૭૦૦ની સપાટી ઉપર

મુંબઈ : શેરબજારમાં આજે સવારે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સમાં ૧૪ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી વધીને ૩૩૭૦૦ ઉપર પહોંચી હતી. જ્યારે નિફ્ટ પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૪૪૭ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ઉતારચઢાવ રહેવાના શક્યતા છે. જુદા જુદા અનેક પરિબળોની અસર દેખાઇ રહી છે. નવ અને ૧૦મી નવેમ્બરના દિવસે જીએસટી કાઉન્સિલની ગુવાહાટીમા મળનાર બેઠક, ત્રિમાસિક ગાળાના પરિણામો અને અન્ય પરિબળોની અસર જાવા મળી શકે છે. જે અગ્રણી કંપનીઓ દ્વારા તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં સિપ્લાનો પણ સમાવેશ થાય છે. તેના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. તાતા મોટર્સ, ઓરોબિન્દો ફાર્મા દ્વારા ગુરૂવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે એમએન્ડએમ અને એસબીઆઇ દ્વારા શુક્રવારે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કોલ ઇન્ડિયા તેમજ એલએન્ડટી ૧૧મી નવેમ્બરના દિવસે તેમના પરિણામ જાહેર કરનાર છે. આ તમામ કંપનીઓના પરિણામની શેરબજારમાં અસર રહેશે. બીજી બાજુ નાણાં પ્રધાન અરૂણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક નવમી અને ૧૦મી નવેમ્બરના દિવસે ગુવાહાટીમાં મળનાર છે. જેમાં સરકાર નાના કારોબારીઓ અને વેપારીઓને પડી રહેલી તકલીફોનો ઉકેલ લાવી શકે છે. વેપારીઓ માટે તેમાં ટેક્સ રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી ચુક્યા છે કે આગામી જીએસટીની બેઠકમાં નિર્ણયોને લઇને સર્વસંમતિ થઇ ગઇ છે. સરકાર દેશના અર્થતંત્રને મજબુત કરવા માટે અને કારોબારીઓને મદદ કરવા માટે તમામ પગલા લેશે. નિફ્ટી ઇન્ડેક્સ પર તમામની નજર રહેશે.