સુશાસન – પ્રજાજનોનો ઋણી છું : રાજયમંત્રી વાસણભાઇ આહિરસુશાસન – પ્રજાજનોનો ઋણી છું : રાજયમંત્રી વાસણભાઇ આહિર

મેઘપર (બો) ખાતે રૂા.૧૬૧ લાખના વિકાસકામોનું ખાતમૂહૂર્ત – લોકાર્પણ કરાયું

 

અંજાર : અંજારના ધારાસભ્ય તથા રાજયમંત્રી વાસણભાઇ આહિરે તેમના ૬૧મા જન્મદિને  મેઘપર (બો) ખાતે રૂ.૧૬૧ લાખના વિવિધ વિકાસ કામો જેવા કે ૯.૫ લાખના આંતરીક રસ્તાાઓ, ૨૨ લાખનું પંચાયત ઘર, ૧૦ લાખની નવી પ્રા.શાળા, ૩ લાખના ખર્ચે એલઇડી, ૩ લાખના ખર્ચે લાયબ્રેરી, કચરો એકઠો કરવા ૫ લાખના ખર્ચે મોટું ટ્રેકટર તથા અન્ય  વિકાસકામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરતા રાજયના સુશાસનનો તથા પ્રજાજનોના પ્રેમના ઋણી છું તેવું જણાવતાં તાલુકા કક્ષાની સુવિધા, ગ્રામ વિસ્તારોને આપવામાં તેઓ નિમિત બન્યા છે તે બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે તેમના દિર્ધાયુ માટે નામી, અનામી સૌનો આભાર માનતાં વિકાસની નવી ક્ષિતિજો સર કરવા સૌનો સાથ, સૌનો સહયોગ ઈચ્છયોે હતો. શ્રી આહિરે લઘુ ભારત એવો આદિપુર, ગાંધીધામ વિસ્તાર તેમને વધાઇ આપવા એકઠો થયો છે ત્યારે લોકસેવા માટે લોકોના પ્રેમ, નિઃસ્વાર્થ સ્નેહને જબરદસ્ત પ્રેરણારૂપ ગણાવતાં સર્વ ભવન્તુ સુખીન, સર્વે સંતુઃ નિરામયા સૂત્રને યાદ કર્યું હતું. મંત્રીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રનભાઇ મોદી દ્વારા મોકલાવાયેલા જન્મ દિવસ વધાઇના સંદેશનો ખાસ ઉલ્લેખ કરતાં નરેન્દ્રભાઇની તત્કાલિન ગુજરાત સરકારમાં તેઓના હાથ નીચે ઉજ્જવળ કામગીરીને તેમનું સૌભાગ્ય લેખાવ્યું હતું. અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયોત્સનાબેન દાસ, અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાના શેઠે શ્રી આહિરની સાથેે તેમની ટીમ હરહંમેશ ખડેપગે રહી છે અને રહેશે તેવું જણાવ્યું હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય – સ્વાગત સરપંચ ભોજાભાઇ બોરીચા, ઉપસરપંચ રાજભા ગઢવી, આમદભાઇ કોરાર, જીગર ગઢવી, બળવંતભાઇ ગઢવી, પૂર્વ સરપંચ કોકીલાબેન, ચાવડાભાઇ, કાશીરામભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઇ દાફડા, હિતેન્દ્રસિંહ સરવૈયાએ કર્યુ હતું. આ પ્રસંગે મેઘપર (બો)ની એકસો ઉપરાંત સોસાયટીના અગ્રણીઓએ રાજયમંત્રીનું વિશિષ્ટ  સન્માન કરી ૬૧મા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આભારદર્શન જીગરભાઇ ગઢવીએ કર્યુ હતું.આ પ્રસંગે વૃક્ષપ્રેમી જેન્તીભાઇ પટેલે મંત્રીના જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી રૂપે ૩૦૦ વૃક્ષોનું રોપણ, ઉછેરની તથા ૧૦૦ પીંજરાની જાહેરાત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, કારોબારી ચેરમેન બાબુભાઇ મરંડ, કિસાન મોરચાના મહાદેવભાઇ આહિર, મીરભાઇ, મકલેશ્વર મહંત, નરશીભા ગઢવી, શૈલેષ પટેલ, રામભા ગઢવી, પપ્પુ શેઠ, ગીતાબેન જોશી, મંજુબેન, હસમુખ આહિર, મયુરસિંહ, સુમનબેન ભાટી, જી.કે. પટેલ, હરેશ ઠકકર, કલ્પેશભાઇ, અશ્ચિનભાઈ, નાથા પટેલ, જયંતી પટેલ, મેઘપર (બો), કુંભારડી તથા સોસાયટી વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.