સુશાંતસિંહ કેસઃ ગોવાથી ગુજરાતી ડ્રગ પેડલરની ધરપકડ

(જી.એન.એસ)મુંબઇ,બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસ સાથે સંબંધિત ડ્રગ્સના કેસમાં નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ગોવાથી ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી.એનસીબીની ટીમે ધરપકડ કરેલા ડ્રગ પેડલરની ઓળખ હેમલ શાહ તરીકે થઇ હતી. સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન હેમલ શાહની સંડોવણી પ્રકાશમાં આવી હતી. દરમિયાન એનસીબીની ટીમે ગોવામાં છટકું ગોઠવીને હેમલ શાહને તાબામાં લીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત જૂન, ૨૦૨૦માં બાંદ્રા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં બોલીવૂડ સાથેના કથિત ડ્રગ્સ કનેકશનની એનસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.એન્ટિ-ડ્રગ એજન્સીએ અગાઉ સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઇ શૌવિક સહિત અન્યોની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. રિયા ચક્રવર્તી અને કેટલાક આરોપી હાલ જામીન પર મુક્ત છે.