સુરેન્દ્રનગર ન.પા.ના ભાજપ કાઉન્સિલર હિતેશ બજરંગે રાજીનામું આપતા ખળભળાટ

(જી.એન.એસ.)સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે રાજીનામુ આપી દેતાં રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પત્યાના ૪ માસમાં જ બીજી વખત આ કાઉન્સિલરે રાજીનામું આપ્યુ છે. હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે.જોકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટનો દોર શરૂ કર્યો છે.