સુરત બિટકોઈન તોડ કેસ : SP પર સકંજો : પોલીસે કર્યો મોટો શિકાર

સીઆઈડી ક્રાઈમ દ્વારા અમરેલીના એસપી જગદીશ પટેલની કરાઈ ધરપકડ

જગદીશ પટેલની સૂચનાથી શૈલેષ ભટ્ટ સામે કરાઈ કાર્યવાહી : પીઆઈ અનંત પટેલ

 

અમદાવાદઃ સુરતના ૧૨ કરોડના બિટકોઈન કેસમાં અમરેલીના એસપીને પોતાની જાતને બહુ લાંબા સમય સુધી બચાવી શક્યા નહીં. રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રામે ૧૨ કલાકે તેની અટકાયત કરી હોવાના અહેવાલ છે. આ પહેલા શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમે નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવાયા હતા પરંતુ પોતાની ધરપકડ થવાનો અંદાજ જગદીશ પટેલને આવી ગયો હતો જેથી તેઓ હાજર થયા ન હતા. રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમની ટીમ અમરેલીમાં તેમના સરકારી બંગલે પહોંચી હતી. ત્યાંથી અટકાયત કરી ગાંધીનગર લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રજિસ્ટરમાં પણ સીઆઈડી ક્રાઈમમાં નોંધ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, એસપી જગદીશ પટેલને પૂછપરછ માટે લઈ જવાયા છે. બિટકોઈન કેસમાં અમરેલીના ડીએસપી જગદીશ પટેલની ધરપકડને સૌથી મોટી ધરપકડ માનવામાં આવી રહી છે. હવે આ કેસમાં મહત્ત્વના આરોપી તરીકે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનો નંબર પણ આવી શકે તેવી અટકળો છે. અગાઉ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ અનંત પટેલ સહિત ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત સુરતના વકીલની ધરપકડ કરી હતી. સુરતના વકીલે પૂછપરછમાં તેઓ આ કેસ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, એસપી જગદીશ પટેલના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને આધારે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અનંત પટેલની ટીમ સરકારી વાહનો લઈને બિટકોઈન જેના હતા તે શૈલેષ ભટ્ટને ગાંધીનગર ખાતે બોલાવી તેમનું અપહરણ અને ખંડણી પણ માંગી હતી. શૈલેષ ભટ્ટના મોબાઈલ ટાવરો ચેક કરી પીઆઈ અનંત પટેલની ટીમ પહોંચી હતી.
આજ રોજ સીઆઈડી ક્રાઈમ દ્વારા આ કેસમાં તપાસ હાથ ધરવામા આવી રહી છે ત્યારે જગદીશ પટેલ એસપી અને પીઆઈ અનંત પટેલ બન્નેને આમને સામને બેસાડીને કાર્યવાહી કરવામા આવી રહી છે. જેમાં પીઆઈ અનંત પટેલે જગદીશ પટેલ પર આરોપ લગાવાયો છે અને કહ્યુ કે જગદીશ પટેલની સુચનાથી જ શૈલેષ ભટ્ટની સામે કાર્યવાહી કરવામાં આવ્યુ હોવાનુ કથન કર્યુ છે. જગદીશ પટેલના કહેવાથી જ શૈલેષ ભટ્ટનુ અપહરણ કરાયુ અને તેનાથી ખંડણી મંગાઈ હોવાનો પણ ખુલાસો કરવામા અવ્યો છે.