સુરતની કોલેજ કાઢી મુકેલા વિદ્યાર્થીને એડમિશન આપવા હાઈકોર્ટે આદેશ કર્યો

(જી.એન.એસ), અમદાવાદ ,લોકડાઉનના લીધે ક્રિશભે ડિપ્રેશન માં હતો.તેને આપઘાતના વિચારો આવતા હતા. તેના લીધે તે પરીક્ષા આપી શક્યો નહોતો, ત્યારબાદ તે સપ્લિમેન્ટરી પરીક્ષા આપીને પાસ થયો, તેમ છતાં કોલેજે તેનું એડમિશન રદ કરાયું હતું. કોલેજના ડીને છેલ્લે તેના માતા-પિતાને તબીબનું સર્ટિફિકેટ લાવવા કહ્યું હતું. તબીબે તેના સર્ટિફિકેટમાં ક્રિશભ ડિપ્રેશનથી પીડાતો હોવાનું જણાવ્યું હતું. છતાં ડીને ક્રિશભને માનસિક બીમારીનું કહીને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ નિર્ણયને હાઇકોર્ટે રદ કર્યો છેસુરતની SVNITના ડીને બી.ટેકના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લોકડાઉનમાં ડિપ્રેશન આવતા તેને માનસિક બીમારી હોવાનું કહીને કોલેજે આગળના અભ્યાસ માટે ઇન્કાર કર્યો. આ નિર્ણયને હાઇકોર્ટમા પડકારાતાં જસ્ટિસ એન.વી.અંજારિયાએ ૧૫ દિવસમાં બી.ટેકમાં આગળ અભ્યાસ કરવા દેવાનો આદેશ કર્યો છે. બી.ટેકના વિદ્યાર્થી ક્રિશભ કપૂર એ હાઇકોર્ટમાં એસવીએનઆઈટીના ડીન સામે અરજી કરી છે. એડવોકેટ રોનિથ જોયે એવી દલીલ કરી હતી કે, લોકડાઉનના લીધે ક્રિશભે ડિપ્રેશન માં હતો.તેને આપઘાતના વિચારો આવતા હતા. તેના લીધે તે પરીક્ષા આપી શક્યો નહોતો, ત્યારબાદ તે સપ્લિમેન્ટરી પરીક્ષા આપીને પાસ થયો, તેમ છતાં કોલેજે તેનું એડમિશન રદ કરાયું હતું. કોલેજના ડીને છેલ્લે તેના માતા-પિતાને તબીબનું સર્ટિફિકેટ લાવવા કહ્યું હતું. તબીબે તેના સર્ટિફિકેટમાં ક્રિશભ ડિપ્રેશનથી પીડાતો હોવાનું જણાવ્યું હતું.