સુરજબારી પાસે વાહનના ઠાઠામાં ટ્રક ભટકાતા ખલાસીનું મોત

ભચાઉ : તાલુકાના સુરજબારી નજીક આવેલી જંગલખાતા અને પોલીસની ચેકપોસ્ટ વચ્ચે પુરપાટ જઈ રહેલ ટ્રક આગળ જતા વાહનના ઠાઠામાં ઘૂસાડી દેતા ટ્રકના કલીનરને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એકસીડેન્ટનો બનાવ રાત્રીના ૩.૩૦ વાગ્યે સુરજબારી નજીક જંગલખાતાની ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ વચ્ચે બનવા પામ્યો હતો. પ્રેમકુમાર નનુરામ મેઘવંશીએ પોતાના કબજાની ટ્રક નં. આર.જે.૦૧ જી.એ. ૩૬૯૬ને પુર ઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહનના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા ટ્રકમાં કલીનરી કરતા બજરંગ અણંદારામ મેઘવંશી (ઉ.વ.૧૯) (રહે. અજમેર, રાજસ્થાન)ને ગંભીર ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. જયારે ચાલકને ઓછી વતી ઈજાઓ થવા પામી હતી. સામખિયાળી પોલીસે મૃતકના ભાઈ હરીઓમની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ફેટલ એકસીડેન્ટનો ગુનો નોંધી પીએસઆઈ જે. જે. ઝાલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ રાજેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.