સુરજબારી પાસે અકસ્માતમાં ટ્રક ચાલક ઘવાયો

ભચાઉ :  તાલુકાના સુરજબારી પાસે ટ્રકના ઠાઠામાં ટ્રક ભટકાતા ચાલક ઘવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ ઝારખંડ હાલે ગળપાદર તા.ગાંધીધામ રહેતા અને ભાર્ગવ ટ્રાન્સપોર્ટની ટ્રક ચલાવતા રૂપભાઈ દેવુભાઈ પુરાવ (ઉ.વ.રપ) પોતાની ટ્રક લઈ મોરબી તરફ જતો હતો ત્યારે આગળ જતી ટ્રકના ઠાઠામાં પોતાની ટ્રકના બ્રેક ન લાગવાથી ભટકાતા પોતાને ઈજાઓ થતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પટલમાં દાખલ થયેલાનું હોસ્પટલ પોલીસ ચોકીએ નોંધાયેલ છે.