સુમરાસર શેખમાં મારામારી : બંને પક્ષે ગુન્હા નોંધાયા

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી મારામારી કરતા શખ્સો સામે સામસામે ફોજદારી નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અનવર ઈસાક શેખ (ઉ.વ.૩૮)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે મારામારીનો બનાવ ગતરાત્રીના દસ વાગ્યે સુમરાસર શેખ ગામે બનવા પામ્યો હતો. અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનું મનદુઃખ રાખી અજીજ ઓસ્માણ શેખ, નવાઝ અબ્દુલ્લા શેખ, રઝાક રમજુ શેખે તેઓને ગાળો આપી ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો પ્રતિ ફરિયાદમાં અબ્દુલ્લ અજીજ ઓસ્માણ શેખે પોતાને અનવર શેખ, મુસ્તાક શેખ અને સિકંદર શેખએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપતા શહેર બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષે સામસામે ગુન્હાઓ નોંધી સહાયક ફોજદાર પ્રેમજીભાઈ ફણેજાએ તપાસ હાથ ધરી હતી.