સુમરાસર (શેખ)માં ફાયરીંગ મુદ્દે શિકારીઓ દ્વારા મારી નાખવાની ધમકી

ભુજ : તાલુકાના સુમરાસર (શેખ) ગામે રહેતા વીરમભાઈ જીવાભાઈ ચાડ (ઉ.વ. ૪૮)એ બી ડિવિઝન પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ આરોપીઓ ઈકબાલ સુલેમાન ભચુ તથા વાહીદ સુલેમાન (રહે નાના વરનોરા) દ્વારા રાત્રીના સમયે ફરિયાદીની વાડી પાસે જીપ- બાઈક લઈ શિકાર કરવા આવેલ અને પોતા પાસે રહેલ બંદુકમાંથી ફાયરિંગ કરતા જે અંગે ના પાડતાં મારમારી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ઓઝાએ આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું.