સુમરાસર (શેખ)માં પીએચસી સેન્ટર ખુલ્લું મુકાયું

0
120

વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે જન આરોગ્ય સેવાનું કરયાું લોકાર્પણ : દાતા વિરમભાઈ ચાડ દ્વારા ફાળવાયેલા ભવનમાં પીએચસી સેન્ટર થયું કાર્યરત

ભુજ : તાલુકાના સુમરાસર (શેખ) ગામે આજે સવારે પીએચસી સેન્ટરના ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે આરોગ્ય કેન્દ્ર લોકોની સેવામાં કાર્યરત કરાયું હતું. દાતા વિરમભાઈ ચાડ દ્વારા જનસેવા હેતુથી અપાયેલા મકાનમાં પીએચસી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. બહોળી વસતી ધરાવતા સુમરાસર (શેખ) ગામમાં પીએચસી સેન્ટર શરૂ કરવા માટે જિલ્લા પંચાયત સદ્દસ્ય દામજીભાઈ ચાડ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. એકાદ પખવાડિયા અગાઉ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં આજે સવારે પીએચસી સેન્ટર લોકોની સુવિધામાં કાર્યરત થઈ જતાં સુમરાસર પંથકના લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે પીએચસી સેન્ટર શરૂ થતાં સુમરાસર ઉપરાંત આસપાસના ગામના લોકો આરોગ્ય સુવિધામાં થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સુમરાસર (શેખ) સરપંચ રણછોડ આહિર (યાદવરાજ)એ મહેમાનોને આવકાર્યા હતા.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તા.પં. પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા પંચાયત સદ્દસ્ય દામજીભાઈ ચાડ, તા.પં. સદ્દસ્ય કરશન મેરિયા, મનુભા જાડેજા, ઘનશ્યામ સી. ઠક્કર, હરિભાઈ ગાગલ, ભીમજીભાઈ જાેધાણી, વિરમભાઈ ચાડ, સુમરાસર સરપંચ રણછોડ આહિર ‘યાદવરાજ’, માજી સરપંચ આદમભાઈ શેખ, ભીમજીભાઈ સહિતબહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.