સુમરાસર(શેખ) વિસ્તારમાં શિકારીઓની દાદાગીરી શિકાર પ્રવૃત્તિને માઝા મુકતા જીવદવા પ્રેમીઓ આકરાપાણીએ

ઢોરી અને સુમરાસર વચ્ચે બનેલ બનાવ અંગે આ વિસ્તારની આઠેક ગ્રામ પંચાયતો દ્વારા સોમવારે કલેકટરને આવેદનપત્ર અપાશે

 

ભુજ : સુમરાસર(શેખ) અને ઢોરી વચ્ચે વાડી વિસ્તારમાં શિકારીઓ દ્વારા શિકાર પ્રવૃતિ કરાતી હોઈ ગઈકાલે શિકારીઓને ખેડૂતો દ્વારા પડકારાતા બંદુકના મુંદાથી મારમારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. બનાવના પગલે ખેડૂત વર્ગમાં આક્રોશ ફેલાયો હતો. આ બાબતની પોલીસ ફરિયાદ ભુજ બી ડિવીઝન પોલીસ દફતરે નોંધાતા વરનોરાના બે શખ્સોને ઝડપી લઈ તેઓની સાથે વિવિધ કલમો તળે ગુન્હો નોંધાયો હતો.
અત્રે લખવું ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વિસ્તારમાં પ્રતિબંધિત જાનવરોની મીજબાની માટે બંદુકના ભડાકે નિર્દયી રીતે હત્યાઓ કરવામાં આવી રહી છે. જેના શીરે જવાબદારી છે તેવા વન વિભાગે અને પોલીસ તંત્રોએ કડક હાથે કામ લેવું રહ્યું તેમજ ગુન્હેગારોને કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી જરૂરી બની છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ઉપરોકત બનાવથી રોષ ફેલાવાની સાથે ગુન્હેગારોને કડક સજા થાય તેમજ શિકારી પ્રવૃતિ બંધ થાય તે માટે આ વિસ્તારની આઠેક પંચાયતો દ્વારા કલેકટરને સોમવારે આવેદનપત્ર આપવાનો પણ નિર્ણય લેવાયાનું જાણવા મળ્યું હતું.