સુમરાસરના ૪ માસથી ગુમ યુવાનની હત્યા થઈ હોવાની આશંકા

હિતેશ ખોજયાત્રા કાઢવાની ચીમકી

 

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામના ૨૨ વર્ષિય દલિત યુવકને ગુમ થયાને ૪ માસ વિતવા છતા કોઈ ભાળ ન મળતા તેની હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યકત કરાઈ છે. આ માટે હિતેશ ખોજયાત્રા કાઢવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. જાણવા મળતી વિગતો અનુસાર, સુમરાશેખમાં રહેતા ૨૨ વર્ષિય હિતેશ શેખવા નામનો દલિત યુવાન ગત તા. ૧૦-૫-૨૦૧૮ થી ગુમ છે. બનાવને ચાર માસ વિતવા છતા પણ પોલીસને કોઈ અતો પતો મળ્યો નથી. હિતેશના લગ્ન થયા હતા પરંતુ પત્ની સાથે અણબનાવને લીધે છુટાછેડા થઈ ગયા હતા. હિતેશ દારુ પીતો હોવાનું અને ગામની એક યુવતી સાથે આડા સંબધના કારણે તેની હત્યા થઈ હોવાનું અનુમાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગામના જ બે શખ્શોએ દારૂની મહેફિલ મનાવી તેને બોલાવી, હત્યા નિપજાવી લાશ અગેવગે કરી નાખી હોવાનું શક્યતા સુત્રો દ્વારા વ્યકત કરાઈ છે. આ બનાવ અંગે ભુજની બી ડિવીઝન પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.