સુપ્રીમ કોર્ટ : આઠ વર્ષના લાંબાગાળા સુધી ચાલેલા શારીરિક સંબંધોને બળાત્કાર ઠેરવવા મુશ્કેલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે લગ્નનો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવાના મામલાને રદ્દ કરતા કહ્યું છે કે આઠ વર્ષના લાંબાગાળા સુધી ચાલેલા શારીરિક સંબંધોને બળાત્કાર ઠેરવવા મુશ્કેલ છે. એ પણ ત્યારે કે જ્યારે ફરિયાદી ખુદ માની રહી છે કે તેઓ આઠ વર્ષ સુધી પતિ-પત્નીની જેમ રહ્યા છે.ફરિયાદી દ્વારા આરોપ લગાવાયો હતો કે તેઓ પતિ-પત્નીની જેમ આઠ વર્ષ સુધી સાથે રહ્યા અને હવે આરોપી શખ્સ તેનાથી ભાગી રહ્યો છે તથા તેનો વિશ્વાસઘાત કરી રહ્યો છે.મહિલાએ તેની સાથે આઠ વર્ષ સુધી પતિની જેમ રહેનારા શખ્સે આઈપીસીની કલમ- ૩૭૬, ૪૨૦, ૩૨૩ અને ૫૦૬ હેઠળની કાર્યવાહી સમાપ્ત કરવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પંરતુ હાઈકોર્ટે કાર્યવાહી સમાપ્ત કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે વ્યક્તિ લગ્ન કરવાનો ઝાંસો આપીને શારીરિક સંબંધ બનાવે છે અને એ ખબર પડી જાય કે તેનો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હતો, તો તેને બળાત્કાર માનવામાં આવશે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે પણ ઘણાં ચુકાદા આપ્યા છે.કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ આરોપી શખ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.