સુપ્રીમ કોર્ટે CBSEને કહ્યું- તમારી સ્કીમથી સૈદ્ધાંતિક રીતે સહમત પરંતુ અરજદારોની વાત સાંભળવી જરૂરી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષાઓના મામલે સુપ્રીમ કોર્ટે CBSEને કહ્યું કે અમે તમારી સ્કીમ પર સૈદ્ધાંતિક રીતે સહમતિ આપી છે, પરંતુ કેટલાંક અરજીઓમાં બોર્ડ પરીક્ષાને રદ કરવાના મામલાને પડકારવામાં આવ્યો છે તેથી આ અરજદારોની વાત સાંભળવી પણ જરૂરી છે. કોર્ટે માત્ર તે જ અરજી પર સુનાવણી કરશે જે દાખલ કરવામાં આવી છે. કોર્ટ હવે નવી અરજીઓ પર સુનાવણી નહીં કરે અને રજિસ્ટ્રીને કહેશે કે નવી અરજીઓનો સ્વીકાર ન કરે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બપોરે ૨ વાગ્યે આ અરજીઓ પર સુનાવણી કરશે. આ દરમિયાન બોર્ડે સૂચવેલી ૩૦ઃ૩૦ઃ૪૦ ફોર્મ્યુલા પર અંતિમ મોહર લાગી શકે છે. બોર્ડની રિઝલ્ટ તૈયાર કરવા માટે બનેલી ૧૩ સભ્યની કમિટીએ ગત ગુરુવારે કોર્ટમાં પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું.બોર્ડના ડ્રાફટ મુજબ, ધો.૧૦, ૧૧ અને ૧૨નાં પ્રી-બોર્ડનાં પરિણામને ફાઈનલ રિઝલ્ટ માટે આધાર બનાવવામાં આવશે. જો બધું યોગ્ય રીતે ચાલ્યું તો ૩૧ જુલાઈ સુધીમાં રિઝલ્ટ બહાર પાડવામાં આવશે.અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે ૧૯૨૯થી ઝ્રમ્જીઈ પોતાની સેવાઓ આપી રહી છે. ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય થયું નથી. આ ફોર્મ્યુલાને અમે એક્સપટ્‌ર્સ કમિટીની સાથે ડિઝાઈન કરી છે. ધો.૧૦ની બોર્ડ એક્ઝામ અને સબ્જેક્ટ ધો.૧૧ અને ૧૨થી અલગ હોય છે, આ કારણે અમે છેલ્લાં ૩ વર્ષ ધો.૧૦, ૧૧ અને ધો.૧૨ને આધાર બનાવ્યો છે.બોર્ડે કહ્યું હતું કે પરિણામમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ના માર્ક્સનું વેઇટેજ ૩૦-૩૦ ટકા હશે, જ્યારે ધોરણ ૧૨ના માર્ક્સનું વેટેજ ૧૦ ટકા હશે. ધોરણ ૧૦માં પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોય છે, પરંતુ વિષય અલગ હોય છે. એવામાં ધોરણ ૧૦ના ૫ વિષયોમાંથી મુખ્ય ત્રણ વિષયોના માર્ક્સ જ ઉમેરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ ૧૧ની ટર્મ પરીક્ષા, એકમ-પરીક્ષા અને અંતિમ પરીક્ષામાં તમામ ૫ વિષયના સરેરાશ ગુણ ઉમેરવામાં આવશે. આ ગુણનું વેઇટેજ ૩૦-૩૦ ટકા રહેશે.ધોરણ ૧૦ના મુખ્ય ત્રણ વિષયોના આધારે ૩૦ ટકા ગુણ આપવામાં આવશે. ધોરણ ૧૧ના પરિણામના આધારે ૩૦ ટકા ગુણ આપવામાં આવશે, જ્યારે ધોરણ ૧૨ની ઇન્ટર્નલ પરીક્ષાના પરિણામના આધારે ૪૦ ટકા ગુણ આપવામાં આવશે.ત્યાર બાદ ધોરણ ૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રી-બોર્ડ પરીક્ષાના માર્ક્સનું ૪૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. આ ત્રણેય માર્ક્સને જોડીને કુલ ૧૦૦માંથી માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની ફાઇનલ માર્ક્સશીટ આ જ ૩૦-૩૦-૪૦ના ફોર્મ્યુલાના આધાર પર તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની પાછલી પરીક્ષાના માર્ક્સ ચેક કરીને પોતે જાતે પણ પરિણામ તૈયાર કરી શકે છે. બોર્ડ તરફથી પરિણામ ૩૧ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.માર્કિંગ ફોર્મ્યુલા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ફરિયાદો આવી રહી છે કે ધોરણ ૧૧ના ગુણને જરૂર કરતાં વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. શક્ય છે કે ૧૧માં વિદ્યાર્થીના ગુણ ઓછા હોય, જેને કારણે ધોરણ ૧૨ની માર્ક્સશીટમાં ગુણ ઓછા આવી શકે.૧ અથવા ૨ વિષયમાં નાપાસ વિદ્યાર્થી Compartmenની કેટેગરીમાં બોર્ડે આ બાબતે જણાવ્યું હતું કે માર્કિંગ ફોર્મ્યુલા દ્વારા પરિણામ તૈયાર કરવા પર વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ સુધી પણ પહોંચતા નથી, તેમને ’Essential Repeat’ એટલે કે ’Compartmen’ની કેટેગરીમાં નાખવામાં આવશે. કંપાર્ટમેન્ટની કેટેગરીમાં તે વિદ્યાર્થીઓ હશે, જે ૧ અથવા ૨ વિષયમાં ફેલ હશે. જ્યારે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓએ આખું વર્ષ ફરીથી રિપીટ કરવાનું રહેશે.આ સ્થિતિમાં વિદ્યાર્થી સામે બે વિકલ્પ હશે. પ્રથમ એ કે તે કંપાર્ટમેન્ટ પરીક્ષામાં સામેલ કરીને પોતાના માર્ક્સ વધારી શકે છે, જેને આધારે તેનું પરિણામ તૈયાર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ કે વિદ્યાર્થીઓ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે તેમની શાળામાં અરજી પણ મોકલી શકે છે. મહામારીની સ્થિતિ પર કાબૂ આવ્યા બાદ પરીક્ષાઓ ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે, જેમણે એ માટે અરજી કરી હશે .વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને તેમનું પરિણામ સુધારી શકે છે.જણાવી દઈએ કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ૩૧ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. બોર્ડ દરેક વિદ્યાર્થીની માર્ક્સશીટ તૈયાર કરીને ૩૧ જુલાઈએ એને સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી દેશે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પરથી લૉગ-ઇન કરીને પોતાનું પરિણામ જાણી શકશે.