સુપ્રીમકોર્ટનો અંગતતા મુદે ઐતિહાસીક ચુકાદો કેન્દ્રને ઝટકો

કેવા નવા પડકારો ઉભા થશે ? સરકારની નવી રણનીતી શું રહેશે
નવી દિલ્હીઃ આજ રોજ સુપ્રીમ દ્વારા રાઈટ ટુ પ્રાઈવેસી ર જે ચુકાદો આપવામા આવ્યો છે તે જાતા હવે સરકારની સામે મોટા પડકારો ઉભા થશે. કારણ કે આધારકાર્ડ અને તેની સાથે લોકોની ખાનગી માહીતીઓ લીંક અપ કરાઈ ચૂકી છે ત્યારે કેવા પ્રકારના કાયદાઓ બનાવવામા આવશે? આધારકાર્ડ-પાનકાર્ડ જે જગ્યાએ ફરજીયાત કરાવ્યા હતા તેના પર શું થશે?

આધારકાર્ડની અનીવાર્યતા  હવે આવશે શંકાના દાયરામાં
ચુકાદાની અસર આધારકાર્ડ પર પડશે :  અંગતતા રાઈટ ટુ લાઈફનો ભાગ ગણાવાયો
નવી દિલ્હી ઃ બાયોમેટ્રીક માહીતી સહિતની અંગત માહીતીઓ જે રીતે કેન્દ્ર દ્વારા લેવામા આવતી હતી તે સુપ્રીમમાં પડતર છે અને તે પાંચ જજાની ખંડપીઠ સુનાવણી કરશે અને આજનો નિર્ણય હવે તે સુનાવણીને પણ અસર કરશે. આધારકાર્ડની અનિવાર્યહતા હવે શંકાના ઘેરામાં આવી જશે. કારણ કે મોટાભાગની સરકારીયોજનાઓ હતી તે આધારકાર્ડથી જાડવામા આવતી હતી અને તેમાંજેટલી પણ અંગત માહીતીઓ આપવામા આવતી હતી તે દરેકવ્યકિતનો મૌલીક અધિકાર છે. ત્યારે હવે આગામી દીવસોમાં આધારનો અનીવાર્યતા અને વ્યકિતની ગોપનીયતા મુદે શું નીર્ણય લેવાય છે તેના પર મીંટ મંડાશે.

 

નવી દિલ્હી : ત્રીપલ તલાક બાદ આજ રોજ દેશની સર્વાેચ્ચ અદાલત દ્વારા વધુ એક ઐતિહાસીક ચુકાદો આપી દીધો છે. રાઈટ ટુ પ્રાઈવેસી મુદે આજ રોજ સુપ્રીમકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી અને ગોપનીયતાને દરેક વ્યકિતના મૌલિક અધિકાર તરીકે ગણાવ્યો છે અને હવે તેનાથી કેન્દ્ર સરકાર જે વિરોધાભાસ મત ધરાવતી હતીતેને જટકો લાગી જવા પામી ગયો છે.
આજ રોજ નવ જજની ખંડપીઠ દ્વારા આ મહત્વપૂર્ણ નીર્ણય જાહેર કરવામા આવ્યો છે. અંગતતાએ મૌલિક અધિકાર ગણાવાયો છે. ગોપનીયતા વ્યકિતનો મુળભુત અધિકારી છે. અંગતતાનું હનન કાયદાનો ભંગ ગણાશે તેમ પણ કહેવાયુ છે. પ્રખ્યાત ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે આજ રોજ આ બાબતે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે, સુપ્રીમે આજે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. પ્રાઈવેસીનો અધિકાર એક મૌલીક અધિકારી છે. સંવિધાનના અનુચ્છેદ ર૧ તળે આ અધિકાર આવે છે.
હજુ સુધી આધારએકટ માન્ય છે કે નહી તે અંગે હજુ સુધી નથી કહ્યુ. નવ ખંડપીઠના જજાએ જુની બેંચે લખ્યુ હતુ કે રાઈટ ટુ પ્રાઈવેસી માલિક અધિકાર નથી તેને ઓવરરૂલ કર્યો છે.
જા સરકાર હવે આધારનો કાયદો બનાવે. સોશ્યલ વેલ્ફેર સ્કીમ, આઈટી માટે આધારનંબર આપવો પડશે. હવે તેને જાવુ પડશે કે માન્ય અને વયાજબી કાયદો છે કે નહી? રેલવે, એરલાઈન્સ રીર્જવેશેન સહિતના માટે આધારકાર્ડ આપવો પડશે અને તે માહીતી સરકાર પાસે જશે તેવા કાયદાને ગેરમાન્ય મનાશે અને ગોપનીય માહીતીનુંહનન માનવામા આવશે.જીવનનો અધિકાર બંધારણે આપેલો છે તેમાંજ ગોપનીયતા આવે છે. તેને અલગથી ડીફાઈન ન કરી શકાય. જીવનના અધિકારમાં જ ગોપનીયતાને સુપ્રીમકોર્ટ દ્વારા સામેલ કરાયો છે.તેથી જ દરેક વ્યકિતની અંગતતા છે તે સાર્વજનીક ન કરી શકાય.