સુપ્રિમનો ઐતિહાસીક ચૂકાદો : કર્ણાટકમાં કાલે બહુમત પરીક્ષણ :ભાજપને ઝટકો

કર્ણાટકના રાજયપાલના નિર્ણય મુદ્દે સુપ્રિમકોર્ટમાં કોંગ્રેસ-જેડીએસની અરજી પર ત્રણ ન્યાયાધીશોની બેંચ દ્વારા યોજાયેલી સુનાવણી બાદ અપાયો આદેશ : કાલે સાંજે ૪ કલાકે કરો ફલોર ટેસ્ટ : સુપ્રિમકોર્ટ

યેદીયુરપ્પાની ચીઠ્ઠિમાં સમર્થક ધારાસભ્યોની સંખ્યાનો આંક રજુ ન કરાયો : બહુમત પરીક્ષણ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની કોર્ટે આપી સૂચના : કોંગ્રેસ આવતીકાલે બહુમત સાબીત કરવા તૈયાર-ભાજપે એક અઠવાડીયાનો માંગ્યો હતો સમય

 

સુપ્રિમે ઐતિહાસીક આદેશમાં શું લીધા મહત્વપૂર્ણ નિર્ણય?
નવી દિલ્હીઃ • એટર્ની જનરલની ગુપ્ત મતદાનની માંગ કોર્ટે ફગાવી • કોર્ટ એંગ્લો ઈન્ડીયનન સદસ્યતા પર પણ રોક લગાવી
• કોઈ અતિરેકત નવા એમએલએને એન્ગલો ઈન્ડીયન આધારે સદસ્યતા નહી આપી શકાય.

 

પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ
નવી દિલ્હી : આજરોજ સુપ્રીમકોર્ટમાં કર્ણાટકમાં સરકાર ગઠન મુદે સુનાવણી હાથ ધરવામા આવી હતી અને આવતીકાલ સુધીમાં વિશ્વાસ મત સાબીત કરવાનો આદેશ કોર્ટ દ્વારા અપાયો છે ત્યારે આવતીકાલે સાંજે ૪ કલાક પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુક પણ હવે કરવી પડશે. સુપ્રીમકોર્ટે પ્રોટેમ સ્પીકર જ ફલોર ટેસ્ટ કરાવશે તેવો પણ આદેશ અપાયો છે.

 

નવી દિલ્હી : દેશભરની નજર આજ રોજ નવી દિલ્હી પર મંડરાયેલી હતી. કર્ણાટકના હાઈપ્રોફાઈલ રાજકીય ડ્રામાને લઈને આજ રોજ સુપ્રીમકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજવામા આવી હતી. અહી રાજયપાલે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપ્યું હતુ તેની સામે કોંગ્રેસ-જેડીએસ દ્વારા વિરોધ કરાયો હતો અને બુધવારના મોડી રાત્રે જ સુપ્રીમકોર્ટમાં તેઓએ પોતાનો વધાં રજુ કર્યો હતો અને તેઓએ આ ઘટનાને બંધારણનું અપમાન ગણાવ્યુ હતુ. જે કેસ પર ધારાસભ્યોના સમર્થન પુરવાર કરવાનો ભાજપને સમય અપાયો હતો અને તે કેસની આજ રોજ સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી.જેમાં ચાલેલી દલીલો અને સુનાવણીના અંતે સુપ્રીમકોર્ટ દ્વારા આવતીકાલે વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરવાનો આદેશ આપવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસની જે અરજી છે તેના પર સુપ્રીમકોર્ટમાં આજે સવારે અગ્યાર વાગ્યે તેની સુનાવણી શરૂ કરવામા આવી હતી. નોધનીય છે કે, યેદીયુરપ્પા પાસેથી સુપ્રીમકોર્ટની ૩ નામદાર ન્યાયાધીશોવાળી ખંડપીઠ દ્વારા ધારાસભ્યોના સમર્થનનો પત્ર માંગવામાં આવ્યો હતો. જે બાદ ભાજપવતીથી મુકુલ રોહતગીએ ચીઠ્ઠી રજુ કરી હતી જેમાં સમર્થક ધારાસભ્યોની સંખ્યાનો ઉલ્લેખ ન હોવાની વાત સામે આવી રહી છે. ભાજપના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે ભાજપ અહીની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને ચૂંટણી પહેલા જેડીએસ-કોંગ્રેસનું ગઠબંધન થવા પામ્યુ ન હતી.આજ રોજ ત્રણ જજોની બેંચ પૈકીના એક એવા જસ્ટીશ શિકરીનું કહેવાય છુ કે શેના આધારે રાજયપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યુ? તેના જવાબમાં મુકુલ રોહતગીએ કહ્યુ હતુ કે, વિધાનસભામાં ફલોર પર યેદીયુરપ્પા બહુમત સાબીત કરશે તેવી ખાત્રી આપી છે. તો મુકુલ રોહતગીએ કહ્યુ હતુ કે તે રાજયપાલનો વિવેક છે. જો કે જજશ્રી દ્વારા આ તબક્કે કહેવાયુ હતુ કે યેદીયુરપ્પા બહુમત કયાથી લાવશે? શું આવતીકાલે બહુમત સાબીત કરવાનુ કહી શકાય? કોંગ્રેસ-જેડીએસનો જનાદેશ પણ બહુ મહત્વપૂર્ણ છે તેમ જસ્ટીશ શીકીરએ કહ્યુ હતુ. અહી એવો પણ સવાલ કરવામા આવ્યો હતો કે ભાજપના પત્રમાં સમર્થકોનો આંકડો કેમ નથી? કોંગ્રેસ-જેડીએસના પત્રમાં આંક-નામ બન્ને છે.ભાજપ વતીથી મુકુલ રોહતગીએ કહ્યુ હતુ કે, પત્રમાં ધારાસભ્યના નામ આપવાની જરૂરીયાત રહેતી નથી. વધુમાં કોર્ટ દ્વારા કહેવાયુુ હતુ કે સરકાર બનાવવી તે નંબરનો ખેલ છે. રાજયપાલ નકકી કરે કે કોની પાસે બહુમત છે? જો કે જસ્ટીસ બોબડે દ્વારા કહેવામા આવ્યુ હતુ કે જેને આમંત્રણ મળ્યુ છે તેઓ બહુમત સાબીત કરે. અમિત નિર્ણય વિધાનસભા પર જ છોડવામા આવે. તેઓએ કહ્યુ હતુ કે અમે રાજકીય લડાઈમાં નથી પડવા માંગતા. તો વળી કોંગ્રેસ તરફથી અભીષેક મનુ સીંધવીએ સવાલ કર્યો હતો કે પહેલો મોકો કોને અપાય? કોંગ્રેસ પરોક્ષ રીતે રાજયપાલના નિર્ણયની સામે પણ સવાલો ઉભા કર્યા હતા. સીંધવીએ એમ પણ કહ્યુ હતુ કે પરીણામ પહેલા બહુમતનો દાવો કેમ કરી શકાય? ંજો કે કોંગ્રેસ દ્વારા એમ કહેવાયુ હતુ કે આવતીકાલે અમે પણ બહુમત સાબીત કરવા તેયાર છીએ. યેદીયુરપ્પા પાસે બહુમત માટેનું સંખ્યાબળ નથી. કોંગ્રેસ વતીથી સીંધવીએ કહ્યુ કે અમને પ્રથમ તક આપવી જોઈતી હતી.જો કે એકચોટ કોર્ટ દ્વારા આવતીકાલે બહુમત સાબીત કરવાનું સુચન કરાયુ હતુ ત્યારે કોંગ્રેસે તૈયારી દર્શાવી પરંતુ ભાજપ દ્વારા એકઅઠવાડીયાનો સમય બહુમત માટે મંગાયો હોવાની વાત સામે આવી છે. આમ સુનાવણી શરૂ થવા પામતા દલીલોનો દોર ધડાધડ ચાલ્યો હતો અને અંતે સુપ્રીમકોર્ટ દ્વારા આવતીકાલે સાંજે ચાર કલાકે બહુમત પરીક્ષણ કરવાને માટે આદેશ આપવામા આવ્યો છે. જો કે આ બાબતે કોંગ્રસે તૈયારી દર્શાવી છે પરંતુ ભાજપના વકીલે એક અઠવાડીયાનો સમય માંગ્યો હતો. આજ રોજ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમ્યાન એટર્નીનજરલ વેણુગોપાલ હાજર રહ્યા હતા. ભાજપ વતીથી મુકુલ રોહતગી જયારે કોંગ્રેસ તરફથી અભીષેક મનુ સીંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ તરફથી પી.ચિદમ્બરમ હાજર રહ્યા હતા. જયારે શાંતીભુષણ પણ અહી જોવા મળ્યા હતા.