સુપાર્શ્વ જૈન સેવા મંડળને ગાયની ડિલીવરી માટેના મશીનની ભેટ

ભુજ : ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા પ્રમુખ કલ્પનાબેન લોહાર, મંત્રી નીતાબેન હાલાણીના અધ્યક્ષ સ્થાને દીપાબેન ભીંડે દ્વારા તેમના પાળેલા શ્વાન (બન્ની) ના જન્મદિવસ નિમિત્તે સુપાર્શ્વ સેવા મંડળ (ભુજ)ને ગાયની ડિલીવરી મશીનની ભેટ અર્પણ કરેલ છે. આ મશીન દ્વારા ગાયની સરળ અને પીડા વગરની ડિલીવરી થઈ શકે છે. સુપાર્શ્વ સેવા મંડળે દીપા ભીંડે તથા ક્લબના સભ્યોનો આભાર માન્યો હતો. ક્લબના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા બીનાબેન જાેષી, કાજલબેન ત્રિવેદી અને કવિતા ભાનુશાલી હાજર રહ્યા હતા.