સુનીલ શેટ્ટી જ્યાં રહે છે એ બિલ્ડિંગ સીલ, કોરોનાના કેસ વધતા બીએમસીએ લીધું આ પગલું

(જી.એન.એસ)મુંબઈ,મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલી પૃથ્વી અપાર્ટમેન્ટ્‌સની બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ બિલ્ડિંગમાં છે. બિલ્ડિંગને સીલ કરવાનું કારણ આમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નિયમ અનુસાર કોઈપણ બિલ્ડિંગમાં ૫ કોરોના કેસ હોવા પર તેને સીલ કરવી જરૂરી છે. જો કે ફેન્સને જાણીને ખુશી થશે કે સુનીલ શેટ્ટી અને તેનો પરિવાર અત્યારે મુંબઈથી બહાર છે. આ બિલ્ડિંગમાં ૩૦ માળ અને ૧૨૦ ફ્લેટ્‌સ છે.મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી છે કે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. મુંબઈના ડી વોર્ડમાં અત્યારે ૧૦ જગ્યાઓ સીલ કરવામાં આવી છે. આમાં માલાબાર હિલ્સ અને પેડર રોડ પણ સામેલસ છે. કોરોનાની બીજી વેવમાં હાઇ રાઇઝ જગ્યાઓથી ૮૦ ટકા કેસ સામે આવ્યા હતા. સુનીલ શેટ્ટી અને તેના પરિવારની વાત કરીએ તો અભિનેતાના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ અત્યારે મુંબઈથી બહાર છે.સુનીલ શેટ્ટી અને તેનો પરિવાર લાંબા સમયથી પૃથ્વી એપાર્ટમેન્ટ્‌સમાં રહી રહ્યો છે. તેમના ઉપરાંત અન્ય ૨૫ પરિવાર આમાં રહે છે. આ બિલ્ડિંગમાં કેટલાક કેસ સામે આવ્યા હતા અને સંક્રમિતોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાવધાની રૂપે બીએમસીએ બિલ્ડિંગના કેટલાક ફ્લોર્સ સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કેટલાક સમય માટે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો, પરંતુ કેટલાક દિવથી કોરોનાના કેસો વધી રહ્યા છે.