સુધરાઈની બલહારીએ વરસાદમાં અટવાયા ૩ વાહનો

જોબપુત્રા હોસ્પિટલ પાસે ગટરલાઈનના થયેલા સમારકામ બાદ વરસાદથી રોડ બેસી ગયો

 

ભુજ : કચ્છના જિલ્લા મથક ભુજમાં વરસાદમાં સુધરાઈની બેદરકારી છતી થઈ હતી, હાલ જ સુધરાઈ દ્વારા જોબનપુત્રા હોસ્પિટલ પાસે ગટર લાઈનનું કામ થયું હતું આ કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડ પર યોગ્ય રીતે પેચીંગ કરવામાં ના આવતા સામાન્ય વરસાદમાં જ રોડ બેસી ગયો હતો, જેમાં એક ટ્રેક્ટર અને બે કાર અટવાઈ ગઈ હતી.
અહીંના રોડ પર ૩ વાહનો ફસાઈ જતા સુધરાઈના લોડરને બોલાવીને વાહનો બહાર કાઢવા જહેમત ઉઠાવાઈ હતી પરંતુ કલાકો સુધી અહીંના ત્રિભેટે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સામાન્ય વરસાદે પણ સુધરાઈની પોલ ખોલી નાખતા લોકોએ તંત્ર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.