સુથરી ગામે કબ્રસ્તાનને નુકશાન પહોંચાડનાર સામે કાર્યવાહીની માંગ

અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિ દ્વારા કોઠારા પોલીસ સ્ટેશને પાઠવાયું આવેદનપત્ર

ભુજ : અબડાસા તાલુકાના સુથરી ગામે પીર મિંયા અબ્દુલ્લા રહેમતુલા અલયદેની કબ્રસ્તાનને વિધ્નસંતોષીઓ દ્વારા નુકશાની પહોંચાડાઈ હોઈ આવું કૃત્ય કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિ દ્વારા કોઠારા પોલીસ સ્ટેશને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયેલ કે કબ્રસ્તાનમાં આવેલ પીર મિયા અબ્દુલ્લા રહેમતુલ્લા અલયદેની મજાર સાથે અન્ય મજારોને પણ કોઈ વિધ્નસંતોષીઓ દ્વારા કોમી અશાંતિ ફેલાવવા તેમજ કચ્છની કોમી એકતાને તોડવા માટેનું હિનકૃત્ય કરાયેલ છે જેથી આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ વેળાએ ઈબ્રાહીમ જાફર હાલેપોત્રા, સાલેમામદ પઢીયાર, સૈયદ તકીશા બાવા, અલાનાભાઈ ભુંગર, ઈકબાલભાઈ મંધરા, હાજી જાકબ બાવા, સૈયદ સુલતાનશા હાજી મિયા સાહેબ, હાજી ઈબ્રાહીમશા, સૈયદ મામદશા, અબ્દુલ્લભાઈ ગજણ, અબ્દ્રેમાનભાઈ નોડે, રફીકભાઈ હાલેપોત્રા સહિતના સમિતિના તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો, લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.