સુજલામ્‌-સુફલામ્‌ જળ અભિયાનમાં નખત્રાણા તાલુકામાં નવો પ્રયોગ

નખત્રાણા પંથકના દેશ-વિદેશ વસતા ખેડૂતો જળસંચયના કામોમાં જોડાયાઃ નેત્રામાં સખીદાતા જાદુરાઈ તળાવ માટે આગળ આવ્યાઃ તાલુકાના અનેક ગામો સખીદાતાના સહયોગથી અને સરકારના અભિગમથી તળાવો ઉંડા થશે

નખત્રાણા : તાલુકાના નેત્રા (માતાજી) ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જાદુરાઈ તળાવ ઉંડુ કરવા સખીદાતા દ્વારા પ્રારંભ થયો હતો. પશ્ચિમ કચ્છ હંમેશા ઉનાળાના દિવસે પાણીની તીવ્ર કટોકટી ભોગવતું હોય છે ત્યારે આ વિસ્તારના દેશ-વિદેશ સ્થાઈ થયેલા લોકો માદરે વતનમાં સ્વયંભૂ ફાળો આપી આયોજનમાં જોડાયા છે. જિલ્લા ભાજપના મોભી અને કેડીસીસીના વાઈસ ચેરમેન જયસુખભાઈ પટેલ માહિતી આપતા કર્યું કે સુરતના પાટીદારો આ તાલુકામાં પ૦ લાખ જેટલું ફંડ એકત્ર કરી તેમના માદરે વતનમાં પાણીની કાયમી સમસ્યા ઉકેલવાના પ્રયાસો સહભાગીમાં થઈ છે. તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી અને સુરતના પાટીદારો સાથે મળી કલેકટર તથા સંબંધિત તંત્ર સાથે મળીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રતિનિધિ મંડળમાં સુરત, અમદાવાદ, વાપી વિગેરેમાં આગેવાનો જીવરાજ જાદવાણી, વિરજીભાઈ માકાણી, પરસોતમ માકાણી, લાજીભાઈ ભાવાણી, રામજી ભાવાણી, રતનશીભાઈ સાંખલા, પ્રેમજીભાઈ, નરેન્દ્ર ભાવાણી, રામજી ચૌહાણ સહિત સુરત વાસીઓ તથા અમદાવાદના બાબુભાઈ માકાણી, રામજી પેથાણી, સોમજી સાંખલા, વાપીના અમૃતલાલ ભાઈએ બીડુ ઉપાડ્યું છે અને તાલુકાના ૬૮ ગામોમાં દેશલપર, જીંજાય, ઐયર, ઉગેડી, કાદીયા નાના-મોટા, આમારા, ઉખેડા, કંઠાય, ખોંભડી, રસલીયા, નેત્રા, ટોડિયા, મથલ, કોટડા, ખીરસરા, રામપર, નાગવીરી, રવાપર, ગડાણી, વાલ્કા, પાનેલી, વિગોડી, રતડીયા તેમજ અબડાસા તાલુકાના ખાનાય તથા દબાણો તળાવો અને ડેમોને ઉંડા ઉતારવા સહિતના કામો માટે આર્થિક તેમજ શ્રમદાનનો સહયોગ આપશે દાતાઓ વધુમાં કર્યું હતું કે, દેશ-વિદેશ દુર વસતા તમામ કચ્છીજનો કચ્છમાં વરસાદના પાણી માટે સતત ચિંતા સેવતા હોય છે. કચ્છના નદી, ડેમો, તળાવો વરસાદી પાણીની છલકાય અને લાપસીના આંધણ વિદેશમાં કયાંય આફ્રિકા, ઈંગ્લેન્ડ, ગલ્ફ કે ઓસ્ટ્રેલિયામાં મુકાય. મીઠા મોઢા કરાવાય એ કચ્છીજનો માટે જાણીતી વાત છે એ પાણીના મહત્વ માટેની છે. કચ્છમાં પાણી માટેની જાગૃતિ આવા શ્રેષ્ઠીદાતાઓ ગુજરાત સરકારના જળસંચયમાં જોડાયા છે તે પૈકી આજે નેત્રા ખાતે તળાવ ઉંડા ઉતારવામાં મામલતદાર અનિરૂદ્ધભાઈ ઠક્કર, જયસુખભાઈ પટેલ, તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, રવિ નામોરી, તા.ભા.પ્રમુખ રાજેશભાઈ પલણ, દિલીપભાઈ નરસીંગાણી, ટીડીઓ શૈલેષભાઈ રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી ઝાલા, અર્જુનદેવસિંહ ચુડાસમા, કાનજીભાઈ કાપડી, નયનભાઈ કાપડી, ચંદુલાલ લીંબાણી, સરપંચ હિરાબેન ગંઢેર, ઉપસરપંચ વર્ષાબેન પટેલ તથા ગામના દરેક જ્ઞાતિના આગેવાન, સમાજના હોદ્દેદારો, આસપાસના ગામોના સરપંચો-સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચંદુભાઈ પટેલ કર્યુ હતું તેવું વિનયકાંત ગોરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.