સુજલામ્‌ – સુફલામ્‌ જનભાગીદારી થકી મજબૂત બનશે

નખત્રાણા ખાતે ભાજપના મોવડીઓએ ત્રણ તાલુકાના પદાધિકારીઓ
સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

નખત્રાણા : સુજલામ સુફલામ પશ્ચિમના ત્રણ તાલુકાના લોકો માટે આશિર્વાદ રૂપ નિવડે છે.
પાણી માટે સતત ઝઝુમતા આ ત્રણ તાલુધકાના લોકો સ્યંભૂ જન ભાગીદારી થકી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીમાં જોડાય, માત્ર કંપની નહીં લોકો પણ આ કાર્ય કરી શકે છે.
પાણી પુરવઠા, ફોરેસ્ટ, મનરેગા, સિંચાઈ વગેરે વહીવટીતંત્ર તળાવ ઉંડા કરવાની દિશામાં અગ્રેસર છે, છતાં કંઈ ક્ષતિઓ હોય, કામ નબળું થતું હોય તો તાકીદે જિલ્લા ભાજપ કમિટીનું ધ્યાન દોરવા જણાવાયું હતું. ભાજપ કાર્યાલય ખાતે નખત્રાણા, લખપત, નલિયા ત્રણે તાલુકાની ભાજપના હોદ્દેદારોની બેઠકમાં યોજનાના હેતું અંગે પુરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંકજભાઈ મહેતા, કેસુભાઈ પટેલ, બિપિન દાદાએ જરૂરી યોજના કામ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્રિકમભાઈ છાંગા, જયસુખ પટેલ, અનિરૂદ્ધ દવે, વી.આર. હુંબલ, ઉષાબા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, વિક્રમસિંહ સોઢા, અનુભા જાડેજા, મહેસોજી સોઢા, ચંદનસિંહ રાઠોડ, રાજેશભાઈ પલણ, સામંતભાઈ મહેશ્વરી, રવિભાઈ નામોરી, દિલીપ નરસિંગાણી, જયંતીભાઈ ભટ્ટ, મામદ ખત્રી, જયંતીભાઈ ભટ્ટ વગેરે ત્રણ તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ર૦ જેટલા તળાવો ઉંડા ઉતારવા ભાજપના આગેવાનોએ જવાબદારી લીધી હતી અને હવે ૧પ દિવસમાં જેમ બને તેમ દાતાઓ, કંપનીઓના સહયોગથી વધારેમાં વધારે તળાવો ઉંડા ઉતારવાના કાર્યમાં ગતિશીલતા લાવવા કહ્યું હતું. સાથે પાણી, ગટર, વૃક્ષારોપણ જેવી કામગીરી અને યુવા ભાજપે નળમાંથી ટપકતાં પાણી બંધ થાય તેનું અભિયાન હાથ ધરવા શીખ અપાઈ હતી.