સુગારીયા-મોડસર પંથકમાં આગામી દિવસોમાં નર્મદા કેનાલ  આધારીત પાણી મળશે : સંસદીય સચિવ વાસણભાઈ આહિરની ખાત્રી

અંજાર : તાઃર૪-૧૦-ર૦૧૭ના રોજ અંજાર તાલુકાના સુગારીયા ગામ થી મોડસર ગામ સુધી ૪ કિ.મી. રસ્તાને રૂ.૧રપ લાખના ખર્ચે રીસરફેસીંગ કરવાના કામ પ્રસંગે ખાતમુર્હુતમાં ઉપસ્થિત રાજયના સંસદીય સચિવ વાસણભાઈ આહિરએ ગ્રામજનોને સંબોધતા જણાવેલ કે સુગારીયા, મોડસર, ઝરૂ, રાહપર(ખોખરા) વિસ્તારને આગામી દિવસોમાં ખેડુતોને ખેતી માટે નર્મદાના નીર મળશે. અને તેના માટે રાજય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ ગામને ર૪ કલાક પીવાનું શુધ્ધ પાણી મળી રહ્‌યું છે. તથા તેઓની ગ્રાન્ટમાંથી બસ સ્ટેશન માટે ૧.પર લાખ અને પ્રા.શાળામાં પ્રાર્થના શેડ માટે ર લાખ રૂ.ની રકમ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવી છે. તેવી માહિતી અપાઈ હતી. અગાઉ સુગારીયાના યુવા અગ્રણી કલ્પેશભાઈ મરંડએ છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વિકાસકામોની છણાવટ કરી ધારાસભ્યનો ગામ વતી આભાર વ્યકત કરેલ. આજના આ કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, તા.ભાજપાના મહામંત્રી કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, માર્ગ અને મકાનના ઈજનેર સતીશ ચતવાણી, એસ.ઓ.જીગર પટેલ, મોડસરના સરપંચ શંભુભાઈ ગોયલ, સુગારીયા સરપંચ શામજીભાઈ ગુજરીયા, કિશાન સંઘ કચ્છના શામજીભાઈ મ્યાત્રા, હીરાપર સરપંચ માદેવા માતા, બુઢારમોરા સરપંચ લાલજીભાઈ સથવારા, સાપેડાના સરપંચ માદાભાઈ મમા બરારીયા,, શામજી આશા ડાંગર, શામજી કરશન, મોહન સથવારા, મેઘા નગા બોરીયા, વીશા બીજલ પટેલ, કાનજીભાઈ રબારી, વગેરે હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાજદિપસિંહ જાડેજા, અભેસંગ જાડેજા, શામજી બરારીયા, દુદાભાઈ બરારીયા, જુવાભાઈ મરંડ, મેઘજીભાઈ ગુજરીયા, રતાભાઈ ડાંગર આભારવિધિ દુદાભાઈ વાસણએ કરેલ હતી તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.