સુખપર રોહા નજીક ટ્રક હડફેટે મોપેડ ચાલકનું મોત

નખત્રાણા : તાલુકાના સુખપર રોહા ગામ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક ઘવાયો હતો. પ્રૌઢના મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.
સુખપર રોહા ઉપથાણાના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ પટેલે વિગતો આપતા જણાવેલ કે જીવલેણ અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે ૪ઃ૧પ કલાકે સુખપર રોહા ગામના બસ સ્ટેશન સામે બનવા પામ્યો હતો. રોહા કોટડા ગામે રહેતા ઈસ્માઈલ લતીફ પિંજારા (ઉ.વ.પ૦) રોહા કોટડા ગામે આવેલા નૂરમામદ ઈબ્રાહીમ લુહારને પોતાની લ્યુના (મોપેડ) ઉપર સુખપર રોહા ગામે મુકવા આવતા હતા ત્યારે ટ્રક નંબર જીજે. ૧ર. બીડબલ્યુ. ૮૪૮૪ના ચાલકે મોપેડને ઓવરટેક કરી હડફેટે લેતા બન્ને જણા રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં ઈસ્માઈલને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત આંબી ગયું હતું. જ્યારે નૂરમામદને ઓછી વતી ઈજાઓ થઈ હતી. આધેડનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.