સુખપર રોહામાં યુવાન પર હુમલો

નખત્રાણા : તાલુકાના સુખપર રોહા ગામે યુવાન ઉપર લાકડી વડે હુમલો કરતા શખ્સ સામે ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નિરવભાઈ સુરેશભાઈ રાજગોર (ઉ.વ.રર) (રહે. સુખપર રોહા તા.નખત્રાણા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ સુખપર રોહા ગામે ફોટો સ્ટુડિયોની દુકાન ધરાવે છે. ગતરાત્રીના સાડા આઠ વાગ્યે તેઓ પોતાની દુકાને હતા ત્યારે મોહન મેઘજી ખંભુ (મારવાડા) તેઓની દુકાને આવેલ અને તેઓની સમાજ વિશે ખરાબ બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેઓના માથામાં લાકડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી સામે ગુન્હો નોંધી હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ પટેલે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.