સુખપર-માનકુવા વચ્ચે એસટી-બોલેરો અથડાતા ૪ ઘવાયા

ભુજ : તાલુકાના સુખપર-માનકુવા વચ્ચે એસટી અને બોલેરો અથડાતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજથી નખત્રાણા જતી એસટી બસને સુખપર-માનકુવા વચ્ચે અકસ્માત નડ્યો હતો. સામેથી આવતી બોલેરો બસ સાથે અથડાતા ૪ જણાને ઈજાઓ પહોંચી હતી, જેમાં એસટી બસમાં મુસાફરી કરતા ચાકી શાહીદ મામદ જ્યારે બોલેરોમાં સવાર જેષ્ઠાનગરના કયુમ સાલેમામદ ભટ્ટી, કોડકી રોડ ખાતે રહેતા અબ્દુલ વાહીદ સમા તેમજ એરપોર્ટ રોડ નજીક રહેતા સુરજ નવિન જાેગીને ઈજાઓ થતા ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.