સુખપરમાં અગાઉના કેસ બાબતે મારામારી

ભુજ : ભુજ તાલુકાના સુખપર ગામે મોચરાઈ ચોકડી પાસે મારામારીની ઘટના બની હતી. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં આવેલ પોલીસ ચોકીમાં અબ્દુલ હાજી નોતિયારે આપેલી કેફીયત મુજબ તેમના પુત્ર ઈબ્રાહીમ અબ્દુલ નોતિયાર (ઉ.વ.ર૬) (રહે. સુખપર) જ્યારે મોચરાઈ પાસે બેઠા હતા ત્યારે અગાઉના કેસનું મનદુઃખ રાખીને જાકબ જુમાએ બોલાચાલી કરીને ધકબુશટનો મારમારીને લાકડી વડે ઈજાઓ પહોંચાડી હતી. જેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.