સુખપરમાંથી મહિલા પોતાના સંતાનો સાથે ઘર છોડી ચાલી ગઈ

છુટાછેડા લઈ માવતરે રહેતી મહિલા પોતાનો ઘર સમાન લઈ કહ્યા વગર ચાલી જતા પોલીસે શરૂ કરી છાનભીન

ભુજ : તાલુકાના સુખપર ગામે રહેતી ૩પ વર્ષિય મહિલા તેના ત્રણ સંતાનો સાથે કોઈને કહ્યા વગર કયાંક ચાલી જતા પોલીસને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુખપર ગામે રહેતા હિરાભાઈ નાથાભાઈ પટ્ટણી (ઉ.વ. ૬પ) તથા તેમના પત્ની ગત તા. ૧૦-૧૧-૧૭ના મજુરીકામે ગયેલ અને એકાદ વાગ્યે ઘર પરત આવેલ ત્યારે છુટાછેડા લઈ પોતાના ત્રણ સંતાનો સાથે રહેતી તેમની ૩પ વર્ષિય દિકરી તેનો ઘર સમાન ભરી ત્રણેય સંતાનોને લઈ કોઈને કંઈ કહ્યા વગર ચાલી ગયેલ સગા સબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પત્તો ન મળતા હિરાભાઈ પટ્ટણીએ માનકૂવા પોલીસ મથકે દિકરી ગુમ થયાની જાણ કરતા સહાયક ફોજદાર રમેશચંદ્ર સીજુએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું.