સુંજવાંમાં શહીદોની સંખ્યા ૬ : શ્રીનગરમાં ૩૦ કલાકથી અથડામણ

શ્રીનગરઃ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે છેલ્લાં ૩૦ કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોમવારે આતંકીઓએ ઝ્રઇઁહ્લ કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા હતા. આતંકી એક બિલ્ડિંગમાં છુપાયેલાં છે. કાશ્મીરમાં ૩ દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. તો સુંજવાંમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આ સાથે જ સુંજવાંમાં શહીદ થયેલાં જવાનોની સંખ્યા ૬ પર
પહોંચી છે. તો એક સિવિલિયનનું પણ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ત્યારે આજે સુંજવાં હુમલામાં શહીદ થયેલાં જવાનના પરિવારને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મળ્યાં હતા. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ફોર્સ દ્વારા જમ્મુના રાયપુરના ડોમાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશનમાં સેનાના જવાનોની સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે.