સીરિયા મિસાઇલ હુમલોઃ રશિયાએ અમેરિકાના દાવાની પોલ ખોલી નાંખી

સીરિયા : ગૃહ યુદ્ધની આગમાં સળગતા સીરિયાને અમેરિકા અને તેના સહયોગીના હુમલાથી બચાવા માટે રશિયાએ ૧૮ મહિના પહેલાં જ પ્લાનિંગ કરી રાખ્યું હતું. આથી અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનના હુમલાથી સીરિયાને કોઇ ખાસ નુકસાન થયું નથી. આ દેશોની તરફથી સીરિયા પર ૧૦૩ મિસાઇલ છોડાઇ તેમાંથી સીરિયાએ ૭૧ મિસાઇલોને સફળતાપૂર્વક પાડી દીધી. અમેરિકા દ્વારા સીરિયા પર કેમિકલ હુમલાના જવાબમાં કરાયેલ હવાઇ હુમલામાં કોઇના મૃત્યુના સમાચાર પણ આવ્યા નથી. જો કે સીરિયાના હોમ્સમાં ત્રણ લોકો ઘાયલ થયાની વાત કહેવાય છે. શનિવારના રોજ રશિયાના જનરલ સ્ટાફના મુખ્ય ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ કર્નલ જનરલ સર્ગેઇ રૂડસ્કોઇએ કહ્યું કે સીરિયાએ અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનની ક્રૂઝ મિસાઇલોને તોડી પાડવા માટે જે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો તેમાં જી-૧૨૫, જી-૨૦૦, બક ક્વાડ્રેડ, ઓસા એર ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. આ સીરિયન એર ડિફેન્સ સિસ્ટમને રૂસની મદદથી તૈયાર કરાઈ છે. રૂસ પહેલાં જ જાણતું હતું કે અમેરિકા અને તેના સહયોગી દેશ સીરિયા પર હુમલો કરી શકે છે, તેના લીધે તેણે સીરિયાને એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયાર આપવાનું શરૂ કરી દીધું હતું. રૂસી જનરલના મતે રૂસ છેલ્લાં ૧૮ મહિનાથી સીરિયાને એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સાથો સાથ તેને સતત ચાલુ રાખ્યું છે. રૂસની સમાચાર એજન્સી તાશ એ રૂસી જનરલ રૂડસ્કોઇના હવાલે કહ્યું કે સીરિયા પર અમેરિકાએ b-1b પ્લેની ટૉમહૉક અને gbu -૩૮ ગાઇડેડ બોમ્મ છોડ્‌યા.