સીમાવર્તી કચ્છમાં પવનચક્કીઓથી સુરક્ષાને ખતરો

જમીન દબાણ, ગૌચરનું ચરીયાણ, વિલુપ્ત થતી પક્ષીઓની જાતિઓ માટે ઘાતક નીવડવા ઉપરાંત સરહદી કચ્છ જિલ્લામાં વાયુસેનાના વિમાનોના ઉડ્ડયનમાં પણ કટોકટીના સમયે આ પવનચક્કીઓ બનશે મોટી બાધારૂપ : ભુજ તાલુકાના
નારાણપર-જદુરા સહિતના પટાઓમાં નિયમ વિરૂદ્ધ ઉભેલી પવનચક્કીઓ સંરક્ષણ વિભાગ વેળાસર કરાવે દુર

વાયુસેનાની એનઓસી-મંજુરીઓ લેવી જરૂરી હોવાના નિયમોનો કેમ ઉડી રહ્યો છે છેદ : ભુજના સણોસરા, જદુરા, નારાણપર, વડઝર સહિતના પટ્ટામાં એરફોર્સની ટુકડીઓએ ધસી જઈ અને એનઓસી વિના ઉભી થતી પવનચક્કીઓને અટકાવી, છતાં પણ જદુરા અને સણોસરામાં ૧-૧ પવનચક્કી આજે પણ છે મોજુદ : જિલ્લા વહીવટીતંત્ર કક્ષાએથી જ પરવાનગી અપાતી હોય છે, પંચાયત સ્તરે કંઈ જ કરવાનું થતું નથી : શ્રી ખોજા (તલાટી, જદુરા) : આ બાબતે અમે કંઈ પણ કહેવા અસમર્થ : શ્રી પશુપતિ (વેસ્ટાસ કંપની, ચેન્નઈ)

 

 

 

નારાણપરની ૮ પવનચક્કીઓ એકાએક અટકી
એરફોર્સે સંરક્ષણના મુદ્દે ન આપી એનઓસી : જો કે, પવનચક્કીના ખોદાયેલા વિશાળ પાયા જાનવરોની જાનહાનીનું બનશે કારણગાંધીધામ : ભુજ તાલુકાના નારાણપર ગામની વાત કરીએ તો અહી વેસ્ટાસ કંપની દ્વારા આઠથી વધુ જેટલી પવનચક્કીઓ ઉભી કરવાના પાયાના કામોનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો પરંતુ સરંક્ષણની રીતે વાયુસેનાની એનઓસી લેવી જરૂરી હોવાથી એરફોર્સ દ્વારા નારાણપર આસપાસના પટ્ટામાં ઉભી કરવાની પવનચક્કીઓ હાલમાં અટકાવી દેવામાં આવી હોવાનું મનાય છેે અહીં પવનચક્કીનું સ્ટ્રકચર ઉભું કરી દેવાયું હતું, એટલે કે ખાડાઓ ખોદી અને જરૂરી લેવલીંગ કરી લેવાયું હતું. માત્ર પંખાઓના તોતીંગ સ્તંભ અને પાંખડા લગાવાવનું કામ બાકી રહ્યું હતું, પરંતુ પવનચક્કીઓની ઉંચાઈ અહી વાયુસેનાને નડતરરૂપ બની શકે તેમ હોવાથી હાલ તુરત આ કામો અટકાવી દેવામાં આવ્યા હોવાનું મનાય છે. નોધનીય છે કે,
એરફોર્સ આ વિન્ડમીલને અટકાવી છે અને તેથી જ અહી પવનચક્કીઓ બેસાડવાના ૬૦ ફુંટ ઉંડા ખાડાઓ ખુલ્લા છોડી દેવાયાની સ્થિતીમાં છે અને તેનાથી પશુઓના મોત સહિતની ઘટનાઓ પણ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

 

 

 

જિલ્લા સંકલનમાં કયારેક મુદ્દો ઉઠે છે પણ એકશન નહીં
ધારાસભ્યો, અન્ય પદાધિકારીઓ, જિલ્લાના ટોચના અધિકારીઓ પણ હોય છે ઉપસ્થિત : અડધોઅડધ કચ્છમાં પવનચક્કીનો સડો વકરી રહ્યો છે નાસુર રોગ બનીને.., જિલ્લા સંકલનની બેઠકમાં જ તેની સામે કડક કાર્યવાહીની રણનીતિ ઘડાય તે જરૂરી : અબડાસાના એકમાત્ર ધારાસભ્ય પ્રદ્ય્યુમનસિંહ જ ગૌચર હડપ કરી રહેલી પવનચક્કીવાળાઓ સામે ખુલીને ભીડી રહ્યા છે બાથ, અન્યોને કેમ સુંઘી ગયો છે સાપ..?
ગાંધીધામ : જિલ્લાકક્ષાએ લોકોને સતાવતી સમસ્યાનો વેળાસર-ઝડપી સુચારૂ ઉકેલ લાવવામાં આવે તે માટે પ્રતિમાસ સંકલનની જિલ્લાકક્ષાની બેઠક યોજાતી હોય છે જેમાં ધારાસભ્ય, અન્ય પદાધિકારીઓ તથા જિલ્લાના તમામ સંલગ્ન સરકારી વિભાગના અધિકારીઓ અથવા તો સક્ષમ પ્રતિનિધીઓ હાજર રહેતા હોય છે. પવનચક્કીવાળો સવાલ પણ હવે જોતજોતામાં અડધોઅડધ કચ્છને લાગુ પડતો હોય તેવી રીતે તબક્કાવાર ફરીયાદો, આવેદનો રજુ થઈ રહ્યા છે. દરમ્યાન જ હવે પવનચક્કીના લીધે સર્જાતા પ્રશ્નોનો પણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અપવાદ સિવાય કેમ સબળ રીતે નથી ઉઠાવાતો ? અબાડાસાના એકમાત્ર ધારાસભ્ય આવી પવનચક્કીઓની સામે લોકહિતાર્થે આપી રહ્યા છે અસરકારક લડત ત્યારે અન્ય પદાધિકારીઓ કેમ તેમાંથી નથી લેતા કોઈ બેાધપાઠ? કયારેક વીન્ડમીલનો મુદ્દો ઉઠે છે પરંતુ કોઈ એકશન કેમ નથી લેવાતા ?

 

 

 

 

 

કેવી જમીનો પર ખડકી શકાય પવનચક્કી…
ગાંધીધામ : પવનચક્કીઓ પડે અને તેમાંથી ઉર્જા ઉત્પાદન થાય તેનો વિરાધ કદાપી હોઈ જ ન શકે, પરંતુ ભાતીગળ કચ્છ પ્રદેશમાં નિયમોની સરેઆમ એસીતૈસી કરી અને અહીંના સ્થાનિક લોકોના જીવનની સામે ખતરો તોળાઈ જાય તેવી રીતે વિન્ડમીલ ખડકી ન શકાય. ત્યારે સવાલ થશે કે કેવા પ્રકારની જમીનો પર પવનચક્કી લગાવી શકાય.
• ટેકરાવાળી ખરાબાની જમીન હોય • ગૌચર જમીન ન હોવી જોઈએ • જે જમીન પર પવનચક્કી લાગે ત્યાં ખનીજ ન હોવું જોઈેએ • આ બધાય પછી સંરક્ષણ ક્ષેત્રની તમામ મંજુરીઓ-એનઓસી હોવી અતિ જરૂરી છે.

 

 

 

જદુરા-સણોસરામાં રદ્‌ થયેલી પવનચક્કીઓ કેમ નથી ઉતારાતી?
ગાંધીધામ : ભુજના જદુરા ગામની વાત કરીએ તો અહી પણ વેસ્ટાસ કંપની દ્વારા પાંચથી સાત પવનચક્કીઓ લગાવવાની તૈયારીઓ કરી લીધી હતી અને પાયાઓ ખોદી લઈ અને સળીયાઓ બહાર કાઢી લેવાયા હતા પરંતુ કહેવાય છે કે, અહી પણ ડીફેન્સ દ્વારા પવનચક્કીને એનઓસી આપવામાં આવી નથી. ચારથી પાંચ પવનચક્કીઓ અહી રદ થવા પામી જાય તેવી સ્થિતી બની છે. અહી પણ પાયા ખોદાઈ અને સળીયા અહી પણ કાઢી લેવાયા હતા. ડીફેન્સના વિમાનો જદુરા પટ્ટાથી જ ઉડ્ડયન કરાતુ હોવાથી આ એરફોર્સના વિમાોનને ઉડ્ડયનમાં પવનચક્કીઓ બાધારૂપ બની શકે તેમ હોવાથી ડીફેન્સ દ્વરા અહી મંજુરી અટકાવી છે. જો કે એરફોર્સ દ્વારા મંજુરી આપવામાં આવી ન હોવા છતા પણ જદુરામાં એક પવનચક્કી આજે પણ ખડી જ રહેવા પામી ગઈ છે.

 

 

 

 

 

કલેકટર કક્ષાએ આગોતરી મંજુરી આપી કેમ શકાય?
ગાંધીધામ : અડધોઅડધ કચ્છમાં પવનચક્કીઓ પાથરવાના ધમધમાટ ચાલી રહ્યા છે અને અબડાસાથી લઈ અને અંજાર સુધી ઠેર ઠેર આવી પવનચક્કીઓની સામે વિરોધનો વંટોળ પણ ફુટી નીકળ્યો છે ત્યારે એક સવાલ એવો પણ સામે આવવા પામી રહ્યો છે કે, આ પવનચક્કીઓને લઈને વિવિધ પ્રકારના એનઓસી લેવાના હોય છે જેમા કચ્છને માટે સૌથી મહત્વપૂૃણ કહી શકાય તે ડીફેન્સનો એનઓસી છે. પરંતુ જે રીતે વાતો સામે આવી છે તેમાં તો એરફોર્સ દ્વરા ખુદ હવે દોડી જઈ અને પવનચક્કીઓને અટકાવાવમાં આવી એનો મતલબ કે એનઓસી સરંક્ષણની લેવામાં નથી આવી અને પવનચક્કીઓ ખડકી દેવામા આવી છે તો આવી આગોતરી મંજુરી જિલ્લાનું વહીવટીતંત્ર આપી કેવી રીતે શકે? પહેલા બધા એનઓસી આવે, તેની ખાત્રી કરાય અને પછી જ જિલ્લાકક્ષાએથી મંજુરી આપી શકાય?

 

 

 

 

મુંદરામાં પવનચક્કીઓ નદી-નાળા-તળાવોનું કરી ગયા છે પુરાણ
ગુજરાત સરકાર કચ્છમાં જળસ્ત્રોત વધારવા ખાણેત્રાઓ કરાવી જળાશાયો-તળાવો ઉંડા કરાવી રહી છે અને આ બારાતુ પવનચક્કીવાળા તળાવો પુરી રહ્યા છે, કોણ રોકશે?
ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ જળસ્ત્રોત વધારવાની દીશામાં પ્રયાસો કરી રહ્યા છે અને ડેમ-તળાવો, જળાશયોમાં ખાણેત્રાઓ કરાવી રહ્યા છે ત્યારે બીજીતરફ મુંદરા તાલુકાના વિવિધ પટ્ટામાં ઉતરી આવેલી આ પવનચક્કીઓ વાળા નદી-નાળા અને તળાવોના પુરાણો કરી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. પાણીનો પ્રશ્ન તો કચ્છને માટે પ્રાણ પ્રશ્ન છે અનગુજરાત સરકાર ખુદ આ બાબતે અતિ ચિંતિત અને ગંભીર જ છે તેવામાં હવે પવનચક્કીઓવાળા આવા તળવો, કુદરતી જળસ્ત્રોતો દાટી રહ્યા હોય તે કેવી રીતે ચલાવી લેવાય..!

 

 

 

 

 

ભુજ પટ્ટાની પવનચક્કીઓ સામે અણીયાળા સવાલ
ગાધીધામ : • નારાણપર-જદુરામાં પવનચકી પાસે સરંક્ષણની મંજુરી ન હોવા છતા ઉભી કરાઈ • સલામતી વ્યવસ્થાઓ વગર મોટા ફાઉન્ડેશન(પાયાના ખાડા)ઓ કરાયા છે તે જાનવરોની જાનહાનીનું નહી બને કારણ? • એરફોર્સ સરંક્ષણની મંજુરીઓ આપી નથી તો પણ કેમ પવનચક્કીઓના કરી લેવાયા કામ? શું કંપનીને ખબર હતી કે મજુરી મળી જ જશે? • સણોસરામાં એક પવનચક્કી રદ હોવા ઉપરાંત પણ ઉભી છે..શું કોઈ મોટી ઘટના બાદ ઉતારાશે? • રદ થયેલી પવનચક્કીઓ હજુ સુધી કેમ નથી ઉતારાતી?

 

 

ગાંધીધામ :કચ્છ જેવા પાકીસ્તાનને અડીને આવેલા સરહદી વિસ્તારમાં પવનચક્કીઓ સુરક્ષાની રીતે મોટો ખતરો બની જવા પામી શકે તેવી વકી સ્પષ્ટ સામે આવવા પામી રહી છે. પવનચક્કીઓ માટે જે ગાઈડલાઈનને અનુસારવાની હોય છે તેમાં મોટાભાગના નિયમોને તો નેવે જ મુકાઈ રહ્યા છે ત્યારે સરહદી વિસ્તારમાં સંરક્ષણની દ્રષ્ટીએ પણ અતિ ગંભીર કહી શકાય તેવા ડીફેન્સ વિભાગની એનઓસી લેવી પણ આ પવનચક્કીવાળાઓએ મુનાસીબ ન માન્યું હોવાનું ઉજાગર થવા પામી રહ્યું છે અને ભુજ તાલુકાના જ નારાણપર સહિતના કેટલાક ગામોમાં પાયા સહિતની કરાયેલી કામગીરી બાદ હવે એરફોર્સ દ્વારા પવનચક્કીઓના કામને અવકાશી કવાયતોમાં બાધારૂપ બની શકે તેમ હોવાનું કહી અને અટકાવી દેવાઈ છે તો વળી આમ છતા પણકયાંક રદ કરવામાં આવેલી પવનચક્કીઓ હજુ સુધી ઉતારવામં આવી ન હોવાથી તંત્રની ઈચ્છાશકિતની સામે પણ સવાલો ખડા થવા પામી જ રહ્યા છે. પવનચક્કીવાળાઓ નિયમોને નેવે મુકીને આડેધડ અહી ઠેર ઠેર મનસ્વી રીતે પવનચક્કીઓ પાથરી રહ્યા છે. ત્યારે બીજીતરફ હવે આંતરીક રીતે ધીરે ધીરે તેની સામે વિરોધનો પણ વંટોળ ઉભો થવા પામી રહ્યો હોવાનુ મનાય છે. વરલી, જદુરા વિસ્તારમાં નખાતી આડેધડ પવનચક્કીઓનો વિરોધ પણ ઉઠયો છે. થોડા સમયથી જાણે કે કચ્છને પવનચક્કી નામનો રોગ લાગ્યો હતો તે હાલમાં અત્યારે આખા કચ્છમાં ફેલાઈ ગયો છે. અને તેની દવા પણ ન હોય તેવી રીતે નાસુર બનીને આગળને આગળ વધી રહ્યો છે. કારણ કે કોઈ પણ રોગ હોય તેની દવા થાય પણ કચ્છમાં પવનચક્કી નામના રોગની કોઈ જ દવા ન હેાય તેટલી જ તે વકરી જવા પામી રહી છે.
ભુજ તાલુકાના વિવિધ ગામોમાં પવનચક્કીઓવાળા કયાં કયાં ઉતરી આવ્યા છે અને હાલમાં કેવી રીતે દમનકારી રીતે તત્રના નિયમોને નેવે મુકી અને અહી પવનચક્કીઓ નાખી રહ્યા છે કે નાખી ચૂકયા છે તેની જો વાત કરીએ તો આ તાલુકામાં જદુરા, નારાણપર, સણોસરા, વણજર અને સેડાતા ગામોની સીમમાં પવનચક્કીવાળા વિશેષ ઉતરી પડયા હોવાનુ મનાય છે. જાણકારોની વાત માનીએ તો સણોસરા ગામમાં મંજુરી વિના જ અહી એક પવનચક્કી ઉભી થઈ જવા પામી ગઈ છે. ખાડાઓ ખોદાઈ ગયા, પંખાઓ ફીટ થવા પામી ગયા છે અને વિન્ડમીલ અહી ખડી થવા પામી ગઈ છે. ભુજ તાલુકાના જદુરા, હાજાપર, ચુબડક, વરલી જેવા સાખરાઈ ટીંબોમાં પવનચક્કીઓનો જબ્બર આતંરીક વિરોધ થવા પામી રહ્યો હોવાનુ મનાય છે. છતા પણ તેની સામે તંત્રની કાર્યવાહી પરીણામ શુખ્ય જ દેખાય છે. તંત્રની ચુપકીદી આવા કિસ્સાઓમાં ચિંતાજનક જ કહી શકાય તેમ છે. કહેવાય છે કે, વેસ્ટાસ કંપની ચેન્નઈના આ પટ્ટામાં મોટા કામો પવનચક્કીના ચાલી રહ્યા છે. બેરોકટોક અહી પવનચક્કીઓ લાગી જવા પામી ગઈ છે અને કેટલાકના કિસસાઓમાં પાયાઓ ખોદાઈ અને જમીનો સમથળ કરી લેવામાં આવી છે. તંત્ર તદન મુકપ્રેક્ષકની ભુમીકામાં જ અહી બધું નિહાળી રહ્યુ છે. સુરક્ષાની જયારે વાત આવી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ કચ્છમાં કેરા ગામના બેરાજા પાસે વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતુ જે દર્દનાક ઘટના હતી. આવામાં સુરક્ષાની દ્રષ્ટીએ જોઈએ તો આ વિસ્તારમં ભુજથી ૮થી ૧૦ કી.મી.ના અંતરમાં પવનચક્કીઓ નાખવામા આવી રહી છે. કહેવાય છે કે એરફોર્સના કર્મચારીઓ દ્વારા આ કામમાં કંપનીના કર્મચારીઓને પાછા મોકલ્યા હતા અને કામ કરવાદીધા ન હતા. કામો બંધ કરાવી દીધા હતા. ત્યારે અહી ચિંતાજનક વાત એ સામે આવી રહી છે કે એરફોર્સ દ્વરા પવનચક્કીને અહી બંધ કરાવવામાં આવી હોવા છતા એકાદ માસ માટે કામ બંધ કરાવી અને હવે પવનચક્કી આ પટ્ટામાં એક માસ બાદ ફરી ઉભી કરી દેવાઈ છે ત્યારે કોની મીલીભગત તેમાં સમજવી? બીજીતરફ વેસ્ટાસ કંપની માત્ર જ નહી પરંતુ તેનું કામ રાખનારા ઠેકેદારો પણ જાડી ચામડીના હેાય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે ખુદ એરફોર્સ દ્વારા જે કામોને બંધ કરાવી દેવામાં આવ્યા હતા તે કામો ફરીથી કોનટ્રાકટરો તથા આ વિસ્તારના અમુક તકસાધુ દ્વારા વિરોધને શાંત કરી પવનચક્કીઓ ઉભી કરવામા આવી ગઈ છે.
જો કે, ભુજ તાલુકાના જદુરા ગામના તલાટી શ્રી ખોજાભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પવનચક્કીઓની મંજુરી તો કલેકટરશ્રી કક્ષાએથી જ અપાતી હોય છે પંચાયત કક્ષાએથી પરવાનગીની કોઈ જ કાર્યવાહી કરવામં આવતી નથી આ ઉપરાંત કેટલી મંજુર કરાયેલી છે, કેટલી બની છે, કેટલી રદ છે તે બાબતે પણ પ્રતિક્રીયાઓ આપવામાં શ્રી ખોજા અસક્ષમ જ રહ્યા હતા. તો વળી બીજીતરફ જે વેસ્ટાસ કંપનીના ચેન્નઈના એચઆર વિભાગના શ્રી પશુપતીનો સંપર્ક સાધતા તેઓએ કહ્યુ હતુ કે, પ્રચાર-પ્રસાર માધ્યમો માટેની માહીતીઓના પરામર્શ બાબતે તેઓ કંઈ પણ કહેવા અસર્થમ છે.