સીબીઆઈના નવા વડા તરીકે ત્રણ સીનીયર આઈપીએસ અધિકારી શોર્ટ લીસ્ટ

નવી દિલ્હીઃ દેશની તમામ એજન્સીના નવા વડા તરીકે દેશના ત્રણ સીનીયર આઈપીએસ અધિકારીઓના નામ શોર્ટ લીસ્ટેડ કરાયા છે જેના સીમા સુરક્ષા બલના ડીરેકટર જનાબ રાજેશ ચંદ્રા, હાલ ગૃહ વિભાગના ખાસ સચીવ તરીકે ફરજ બજાવતા વી.કે.એસ. કૌમુદી તથા મહત્વના પૂર્વ ડીજીપી અને સીઆઈએસએફના ડીરેકટર જનરલ સુબોધકુમાર જયસ્વાલના નામ મળી કોઈ એકને પસંદ કરાશે જેમાં શ્રી જયસ્વાલનું નામ આગળ હોવાના સંકેત છે. ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન, સુપ્રીમકોર્ટના મુખ્ય  ન્યાયમૂર્તિ તથા વિપક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસના લોકસભામાં તેના શ્રી અધીર રંજન ચૌધરીને કમીટીમાં આ નામો શોર્ટલીસ્ટ થયા છે. જાે કે ચૌધરીએ તેમને રજુઆતની તક અપાઈ નહી હોવાની ફરિયાદ કરી હતી. કુલ ૧૦૯ નામો આ પદ પર હતા જેમાં ગુજરાત કેડરના શ્રી પ્રવિણ સિંહા અને રાકેશ અસ્થાના પણ સીએમ હતા પણ તેમના નામો પર વિચારણા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ વડા જેઓ મુંબઈના પોલીસ કમિશ્નર ઉપરાંત ‘રો’માં પણ ફરજ બજાવી ચૂકયા છે તે શ્રી જયસ્વાલ ફ્રન્ટ રનર બન્યા છે પણ ત્રણેય અધિકારીઓ કેન્દ્રીય એજન્સીના વડા બનવા સક્ષમ છે.