સીતારામ પરિવાર વિસ્તારમાં ગટર રોડની સમસ્યા ઉકેલો

અંજારઃ અંજાર શહેરના સીતારામ પરિવાર વિસ્તારના રોડ વાસીઓ જે અહીં વિસ્તારમાં છેલ્લા ૧પ વર્ષથી રહે છે. પાણી વેરો, ગટર વેર તમામ વેરાઓ ભરીએ છીએ આ વિસ્તારમાં ગટર લાઈન આવેલ છે. જે અવાર નવાર ઉભરાઈ જાય છે. તે ગટરનું કામ આજ દિવસ સુધી અંજાર નગરપાલીકા દ્વારા કરવામાં આવતું નથી. જેથી આ વિસ્તારમાં ગટર ઉભરાય છે. બેફામ ગંદકી ફેલાય છે. આ વિસ્તારમાં આર.સી.સી.રોડ પણ નથી. અવાર નવાર રજુઆત કરવા છતાં આ અંગે કોઈ નિકાલ આવતો નથી. આ વિસ્તારના લોકોની માંગણી છે કે આ વિસ્તારની ગટર લાઈન તથા રોડનું કામ યોગ્ય કરવામાં આવે તેવી રજુઆત ગીતાબેન ગજ્જર, મીનાબેન, રાધાબેન, ગઢવી કુસુમ, સહિતનાઓની સંયુકત યાદીમાં જણાવાયું છે.