સીએમ હાઉસ પહોંચી પોલીસ : કેજરીવાલની પુછતાછની સંભાવના

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય સચીવ અંશુ પ્રકાશ સાથે કથીતમાર મારવાના કેસમાં આપના બે ધારાસભ્યોની ધરપકડ બાદ દિલ્હી પોલીસ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. દિલ્હી પોલીસ શુક્રવારના રોજ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે.  પોલીસના હેતુ સીએમ હાઉસમાં લાગલા સીસીટીવી કેમેરાના ફુટેજ પ્રાપ્ત કરવાના અને તેમના રૂમનું નીરીક્ષણ કરવાનુ છે. જયા આ ઘટના ઘટી હતી. આજ રોજ પોલીસ દળ સીએમ હાઉસ પહોંચી ગયુ છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સીક એકસપર્ટની ટીમ પણ હાજર છે.