સીએમ વિજયભાઈને રાપર-વાગડના હામી અંબાવીભાઈ વાવીયાએ આપ્યો આવકાર

રાપરના સામાજીક-જાહરેજીવનના શ્રેષ્ઠ અંબાવીભાઈ વાવીયાએ ગુજરાત ગૌરવ યાત્રાના મુખ્યપ્રધાન સહિતના મોભીઓનું રાપર હેલીપેડ પર-સભાસ્થળ પર હૃદયપૂર્વક કર્યુ સ્વાગત : મુંબઈને કર્મભુમી બનાવવનારા શેક્ષણીક-સામાજીક અગ્રણી અંબાવીભાઈની વાગડ-રાપરની સેવાભાવના સદાય રહી છે યશસ્વી

રાપર :  વિકાસશીલ ગુજરાત રાજયના પ્રગતિશીલ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ રાપર મુકામે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પધાર્યા હતા જયાં તેઓને વિવીધ આગેવાનો, મહાનુભાવો દ્વારા વિશેષ આવકાર આપવામાઆવ્યો હતો. દરમયાન જ વાગડના સપુત અને મુંબઈમાં કચ્છીખમીરની પ્રતિભા ધરાવતા સમગ્ર વાગડ-રાપરના હીત ધરાવનારા હામી અંબાવીભાઈ વાવીયાએ પણ રાજયના મુખ્યપ્રધાન વીજયભાઈ રૂપાણીને આવકારઆપ્યો હતો.
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખાની ઉકિતને સાર્થક કરવાની દિશામાં વિકાસની આહલેખ ગુજરાત સરકારે જગાવી છે ત્યારે મુંબઈને કર્મભૂમી બનાવનારા અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા વાગડની તમામ સામજીક અને શૈક્ષણીક પ્રવૃતીઓમાં અગ્ર અનુદાનથી સકળાયેલા રહે છે. તેઓ રાપર નગરપાલિકાના પૂર્વ સદસ્ય, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ગુજરાતના ટ્રસ્ટી, લેઉઆ પાટીદાર સમાજ નાથદ્વાર રાજસ્થાન, લેઉઆ પાટીદાર સમાજ દ્વારકા, લેઉઆ પાટીદાર સમાજ(વાગડ) આયોજીત સમુહ લગ્ન સમીતના આયોજનક સહિતના સ્થાનો પર માનભેર સક્રીય રહેલા છે.  તો વળી ગ્રીન સ્ક્રેપ ડેવલપર્સ પ્રાઈવેટ લી.નવી મુંબઈના ચેરમેન પદે સેવારત રહેલા છે.