વડોદરા-રાજકોટ બાદ આજે સુરતમાં વિજયભાઈ રૂપાણીનો પડાવ : કોરોના સંક્રમણના વધતા કેસો બાબતે યોજી
રીવ્યુ બેઠક : ડે.સીએમ નીતિનભાઈ પટેલ, સ્થાનિકના ધારાસભ્યો, અધિકારીગણ રહ્યા ઉપસ્થિત

સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા યુદ્ધના ધોરણે ગુજરાત સરકારે તૈયાર કરાવેલી ૧૦૦૦ બેડની કોવિદ હોસ્પિટલનુ સીએમ દ્વારા કરાયું લોકાર્પણ

સુરત : જોગાનુજોગ કહો કે પડકાર પરંતુ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે તેઓને કોઈને કોઈ કુદરતી પડકારનો સામનો કરવાનો આવ્યો છે. એક સમયે તેઓએ પોતાનો જન્મદિવસ પુરગ્રસ્ત વચ્ચે વિતાવ્યો હતો અને અનેક પ્રકારની અસુવિધાઓ વચ્ચે પણ તેઓએ પુરગ્રસ્તો વચ્ચે રહીને તેમને સધીયારો જ ન આવ્યો પરંતુ સતત રીતે સાથે રહીને પુરની મુશ્કેલીઓમાં શાસનને કામે લગાડી અને સરળતા સર્જી હતી. હાલ કોરોના કાળમાં તેઓ વધુ એક જન્મદિવસ લોકસેવાને ચરિતાર્થ કરીને જ મનાવ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો આજે ૬૪મો જન્મદિન છે તેઓ આજના દિવસે પણ સુરત કે જયા કોરોનાના સંક્રમણ સતત વધી રહ્યા છે ત્યા રીવ્યુ બેઠક યોજવા કોરોના પીડીત શહેરની વચ્ચે હાજર રહ્યા છે. તેઓએ અગાઉ વડોદરા અને રાજકોટમા રીવ્યુ બેઠક યોજી અને કોરોનાને નિયંત્રિત કરવાની સમજ-માર્ગદર્શન આપ્યા હતા જયારે આજ રોજ સુરતમા રીવ્યુ બેઠક યોજી છે. આ ઉપરાંત તેઓએ આજ રોજ સુરતમા ૧૦૦૦ બેડની કોવિદ હોસ્પિટલનુ પણ લોકાર્પણ કર્યુ હતુ.

  • સીએમ દ્વારા વનમહોત્સવનો આરંભ : ૧ લાખના ચેકનું કરાયુ વિતરણ

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજ રોજ પોતાના જન્મદિન સાંથી વધુ આર્થીક સહન કરવાનો વારો આવ્યો છે જેઓને તેવા રોજનુકમાઈને રોજનુ ખાનારા નાના ધંધા રોજગાર કરનારા કારીગરોને ફરીથી બેઠા કરવાનો આર્થિક આધાર આપવા રૂપીયા ૧ લાખની લોન માત્ર બે ટક વ્યાજે આત્મિર્ભર ગુજાત સહાય પેકેજ અંતગત આપવાની સંવેદના દર્શાવેલો છે. આજ રોજ સવારે સીએમ દ્વારા વચયુઅલ રીતે ચેકનુ વિતરણ પોતાના જન્મદિવસે ગાંધીનગરથી સવારે ૧૧ વાગ્યે વીસી મારફતે કર્યુ હતુ. તો વળી આ પહેલા સવારે સાડા દસ વાગ્યે ગાંધીનગરથીવીડીયો કોન્ફરન્સ દ્વારા ૭૧મા વનમહોત્સનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવી હરીયાળા ગુજરાતની સંકલ્પનામા સમગ્ર રાજયના નાગરીકો પ્રજાજનોને જોડાવા પ્રેરીત કર્યા હતા.આજરોજ વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે તેઓએ આત્મનિર્ભર યોજના અંતર્ગત રોજનુ કરી રોજનું કમાનારાઓને સહાયના ચેકનું વર્ચ્યુઅલી જયારે વિતરણ કર્યું તે વેળાએ કચ્છ જિલ્લા ભાજપના મોભી દિલીપભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.