સીએમ ફેરબદલની વાતથી રૂપાણીજી બેખબર

સાબરકાંઠાના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વિજયભાઈએ કહ્યું મુખ્યપ્રધાન બદલવાની ચર્ચાની મને ખબર નથી

ગાંધીનગર : આજ રોજ સાબરકાંઠામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા વિજયભાઈ રૂપાણીને રાજયમાં સીએમ ફેરબદલને લઈને પ્રશ્ન પૂછવામા આવ્યો હતો જેની પ્રતિક્રીયા આપતા વિજયભાઈએ કહ્યુ હતુ કે, ચર્ચાઓ ચાલ્યા કરતી હોય છે પરંતુ આવી કોઈ પણ વાત વિશે મને ખબર નથી.