સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવામાં આવે – તો જ મુંદરા-બારોઈના ૮૦ કરોડના જમીનકૌભાંડમાં થાય મોટા કડાકા-ભડાકા

કલેકટર કક્ષાએથી પ્રાંત અને ડે.ડીડીઓશ્રીને તપાસ સોપાઈને બે માસનો સમય થવા આવશે છતા પ્રાથમિક રીપોર્ટ અને તે પછીની કોઈ જ કાર્યવાહી ખુલીને બહાર ન આવતા જાણકારોમાથી ઉઠતા સવાલો : આકારણી રજીસ્ટર નગરપાલિકાનું કેમ અંકે કરવામાં નથી આવતુ? માત્ર સોગદનામાના આધારે સરકારી જમીન ખાનગી પાર્ટીને પધરાવી દેવાઈ, સબ રજીસ્ટ્રાર તત્કાલીક સીઓને આવા દસ્તાવેદો હવે રદ ન થવાનુ ચોખ્ખુચણક સુણાવી ચુકયા છતાં કાર્યવાહીના નામે હજુય કેમ મીંડુ? કયુ વજન કામ કરી રહ્યુ છે..? વિપક્ષ કોંગ્રેસ તથા બુમબરાડા કરનારા અમુક અરજદારો પણ કેમ પાણીમાં બેસી ગયા? મોઢા સિવાઈ ગયા કે ગજવા ગરમ થઈ ગયા..? : જાણકારોના સવાલ

ગાંધીધામ :  મુંદરા-બારોઈના કરોડોના જમીન કૌભાંડમાં તપાસના નામે માત્ર તરકટ જ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ખુલ્લીને શરૂઆતમાં ખુબ ગાજેલી આ કેસમાં પડદો પડી રહ્ય હોય અથવા તો છટકબારીઓ શોધી લેવાનો સમય ભુ માફીયા અને ઝભ્ભાલેંગાધારીઓ તથા ભ્રષ્ટ વહીવટદાર આણી ટોળકીનેબ અપાઈ રહ્યો હોય તેવુ ફલિત થવા પામી રહ્યુ છે. હાઈપ્રોફાઈલ આ કેસમાં સાચી માહીતીઓ જાે બહાર લાવવી હોય તો સીઆઈડી ક્રાઈમ જેવી એજન્સીને તપાસ આપવી જાેઈએ.

આ બાબતે જાણકારવર્ગની માંગની વાત કરીએ તો મુંદરામાં નગરપાલિકા અસ્તિત્વમાં આવે તે પહેલા જ વહીવટદાર શાસન દરમ્યાન આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે અહીથી અંદાજિત ૮૦ કરોડ જેટલી તગડી સરકારી જમીન ભુ માફીયાઓને તદન પાણીના ભાવે જ પધરાવી  દેવામા આવી હોવાનો ઘટસ્ફોટ થવા પામી ગયો હતો. આ પ્રકરણમાં અરજદારો દ્વારા અનેકવિધ રજુઆતો અને ફરીયાદો કરવામા આવી પરંતુ કલેકટરશ્રી કક્ષાએથી તપાસ બે અધિકારીઓને આપી દેવાઈ બાદ સમગ્ર પ્રકરણમાં કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા તો ધાક બેસાડતો દાખલો પુરવાર થાય તેવું કશુ જ જાેવા મળી શક્યુ નથી. આવા સમયે હવે લોકો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં સ્થાનિકના વગદાર સ્થાપિત હિતો, સત્તાપક્ષના ઝભ્ભાલેંગાધારીઓની સિન્ડીકેટ દ્વારા તપાસને ઠંકા બક્ષામાં નાખી દેવાઈ હોય તેમ લાગી રહ્યુ છે. અહીના વહીવટદાર તરીકે રહેલા મુળ અધિકારીને બદલાવી દેવાયા છે તો જે આકારણી રજીસ્ટરમાં ગોટાળાઓના તમામ આધારો મળી આવે તે પણ માથાભારે ઝભ્ભાલેગાવાળાઓ જ કબ્જા હેઠળ લઈ લીધા છે અને અધિકારીઓને પણ તપાસના નામે રઘાસીયુ ગાડુ ચલાવે રાખવાનું જ કહેણ અપાઈ ગયુ હોય તેમ પ્રજાજનોને ઉલ્ટાચશ્મા પહેરાવાઈ રહ્યાનો જ સિનારીયો દેખાવવા પામી રહ્યો છે. આવા તબક્કે આટલી મોટી ગંભીર પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિમાં તટસ્થ અને કડક કામગીરી કરવી હોય તો હવે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને જ સોપવી જાેઈએ.

આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો મુન્દ્રા બારોઈ ન.પા.ના જન્મથી પહેલા જ ગ્રામ પં. દ્વારા રૂા. ૮૦ કરોડના ઘોટાળામાં કોઈ તપાસ ન થતા હવે આ તપાસ સીઆઈડીને સોંપવા લોકમાંગ ઉઠી રહી છે. પૂર્વ વહીવટદાર દ્વારા શાસનમાં સરકારી માલિકની જમીનો આકરણી રજીસ્ટરે અનધિકૃત ચડાવી બોગસ માલિકી હકો આપી રૂા. ૮૦ કરોડથી પણ વધુ રકમના ગોટાળાની તપાસ સીઆઈડીને સોંપવા ખાસ લોકમાંગ થઈ રહી છે અને આ જમીન પ્રકરણમાં સોમલ તત્વો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરી કૌભાંડીઓને સળીયા પાછળ ધકેલવાનો સુર પણ ઉઠવા પામ્યો છે.

જાે સાચી દિશામા તપાસ થાય તો કઈકના લેંઘા પલડી જાય તેવુ આ ગંભીર પ્રકારનુ પ્રકરણ છે. લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કેટલાક હોદ્દેદારો ટચુકડા નેતાઓ પાલારા દર્શન અથવા દુર સાબરમતીના પણ  દર્શન કરે તેમ છે. જરૂરથી મજબુત અને કડક તપાસ કરી શકે તેવી એજન્સીને આ કેસની તપાસ સોપવાની.? અહી બીજીતરફ કોંગ્રેસ પર પણ સવાલો થઈ રહ્યા છે. કેમ ચુપ છે.? કોની શર્મ નડે છે ?

હવેની સામાન્યસભામાં પ્રમુખશ્રી વચન પાડી દેખાડે : એજન્ડામાં સમાવે મુદો

પ્રથમ સામાન્ય સભા વખતે નગરપાલિકાના પ્રમુખશ્રીએ કહ્યુ હતુ કે, આ બેઠક તો બજેટસત્ર માટે જ હતી, બીજી સામાન્યસભામા આ વિષય પર ચર્ચા કરીશુ તેવી ખાત્રી રજુઆતકર્તાને આપી છે : હવે ૧લી જુનના મુંદરા નગરપાલિકાની સામાન્યસભા છે તેમાં આ મુદો ગાજવો જ જાેઈએ : વિપક્ષ કાગનો વાઘ બનવાની ભૂમિકામાંથી બહાર આવે

ગાંધીધામ : મુંદરામાં બારોઈ ગ્રામ પંચાયત વિસર્જીત થાય અને નગરપાલિકા અસ્તિત્વમાં આવે તેના એક પખવાડીયાના વહીવટદાર શાસનમાં વહીવટકરી અને ૮૦ કરોડના જમીન કૌભાંડને અંજામ અપાઈ ગયો છે જે સબબ તે વખતે વિપક્ષ દ્વારા નગરપાલીકાને રજુઆત કરી અને સામાન્ય સભાના એજન્ડામાં આ મુદો લઈ ચર્ચા કરવાની માંગ કરાઈ હતી પણ જે તે વખતે બજેટસત્ર માટે જ બેઠક બોલાવી હોવાથી બીજા મુદાઓ નહી લેવાય તેમ પ્રમુખશ્રીએ રજુઆતકર્તાને જણાવયુ હતુ અને બીજી સામાન્ય સભામાં આ જમીન કૌભાંડ અંગે જરૂરથી તટસ્થ તપાસ કરાશે તેવી ખાત્રી આપી હતી, ચર્ચા પણ કરીશુ. હવે એકાદ-બે દીવસમાં મુંદરા નગરપાલીકાની સામાન્ય સભા મળવાની વાત સામે આવી રહી છે ત્યારે વિપક્ષ જાગૃત બને અને સામાન્ય સભામાં આ જમીન કૌભાંડ મામલે ચર્ચા કરવા, એજન્ડામા મુદાને સમાવવાની માંગ કરી અને ખુલ્લા મંચથી ચર્ચા કરે અને નગરપાલીકાના આકારણી રજીસ્ટર અને તેની માહીતીઓ જ સાર્વજનિક કરવામા આવે તેની માંગ કરી દેખાડે અને પ્રમુખશ્રી અને નવા નગરસેવકો પણ આ વિષય પર ખુલલા મને ચર્ચા કરી પ્રજાએ મુકેલા વિશ્વાસને સાર્થક કરી દેખાડે તે જ સમયનો માંગ બની રહેશે.