સીંધી વિરોધી શખ્સના જાગો સીંધીઓ જાગો : હવે નહી તો કયારેય નહી..! ગાંધીધામ સુધરાઈમાં વધતા હવાતીયાં

સીંધી સમુદાય ઉપરાંતના હરખપદુડા દાવેદારો સીંધીઓનું પત્તુ કાપવા અજમાવી રહ્યા છે શામ-દામ-દંડ-ભેદની રિતિનીતી : સીંધી સમુદાય દ્વારા આવા તત્વોનો ખુલ્લીને બહિષ્કાર કરવાનો આજ છે સાચો સમય

 

સમાજના નામે ચરીખાનારા ગદ્ધાર-મથુરાનો ચોબો કયાં છુપાયો?

મંદિરોમાં મિટીંગ યોજે અને દરેક મિટીંગ બાદ નવી સંસ્થાઓની કરે રચના : હવે સમાજને જયારે અન્યાય થઈ રહ્યો હોવાની સ્થિતિ છે તેવામાં આ બન્ને તકસાધુઓ
કયાં સંતાયા છે? હવે તો ખાટલે પડયા છે…સમાજના નામે ઝંડા ઉપાડી માત્ર પોતાના ઉલ્લુ સીધા કરનારાઓ “ચાર પગે” ફાની દુનિયાને છોડવાનો વારો આવે તે પહેલા જ બે પગે ચાલીને સમાજ માટે થતા સારા કાર્યો કરીને હવે તો કરી લ્યો પશ્ચાતાપ

ગાંધીધામ : જાનમાં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ, હાલતે ચાલતે સમાજના નામે ઝંડાઓ ઉપાડી રસ્તાઓ પર નીકળી પડી અને પછી સમાજને જ હાંસીયામાં મુકી અને પોતાનો ઉલ્લુ હરહમેશ સાધી લેનારા ગદ્ધાર અને મથુરાનો ચોબો હાલમાં જયારે ગાંધીધામ સુધરાઈમા સમાજનો એકડો ભુંસવાની છાની રમતો ખેલાઈ રહી છે ત્યારે આ બન્ને બની બેઠેલા સમાજ આગેાવનો કયા સંતાયા છે? કેમ ગુમ છે? હવે કેમ કયાંય ઝંડાઓ ઉપાડીને જોવા મળતા નથી? ગાંધીધામ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની કટકી ખાઈ, ગટરગંગાઓ વહેવડાવી અને નરક પાલીકા બનાવી દેવામાં સિંહફાળો જેનો રહ્યો છે તે શખ્સો હવે નગરપાલિકામાં સમાજને થઈ રહેલા અન્યાય વખતે કઈ બખોલમાં છુપાઈ ગયા છે? તેવો રોષ પણ પ્રબુદ્ધવર્ગમાથી ઉઠવા પામી રહ્યો છે. ગદ્ધાર અને મથુરાનો ચોબો સમાજને અન્યાયના નામે મંદીરોમાં મીટીંગ યોજે અને દરેક મીટીંગ બાદ નવી સંસ્થાઓની કરે રચના. હવે સમાજને જયારે અન્યાય થઈ રહ્યો હોવાની સ્થિતી છે તેવામાં આ બન્ને તકસાધુઓ કયાં સંતાયા છે? કયા ગઈ તેઓને બનાવેલી આ બધી સંસ્થાઓ? હવે તો ખાટલે પડયા છેા..સમાજના નામે ઝંડા ઉપાડી માત્ર પોતાના ઉલ્લુ સીધા કરનારાઓ “ચાર પગે” ફાની દુનીયાને છાડેવાનો વારો આવે તે પહેલા જ બે પગે ચાલીને સમાજ માટે થતા સારા કાર્યો કરીને હવે તો કરી લ્યો પશ્ચાતાપ. તેવો ફિટકાર પણ આ બન્ને તકસાધુઓ ભણી ઉઠવા પામી રહ્યો છે.

 

 

 

 

લોકસભામાં કરીશું મતદાન બહિષ્કાર : કો’ક તો આવું ફાટો..!
ગાંધીધામ : ગાંધીધામની વસ્તીમાં સીંધી સમુદાય-સમાજનો પણ મોટો ફાળો અને યોગદાન રહેલ છે. સુધરાઈમાં એક પારદર્શક અને સીંધી સમાજના વ્યકિતનું નામ નિશ્ચિત થવા પામી ગયુ હોવાનુ મનાય છે ત્યારે બીજીતરફ છેલ્લી ઘડીના ખેલમાં સીધી સમાજની સામે વિરોધી માનસીકતા ધરાવતા શખ્સો જયારે સીંધી સમાજના આગેવાનને તક ન મળ તે માટેના તથ્યવિહોણા રાજકીય ગતકડાઓ શરૂ કર્યા છે ત્યારે હકીકતમાં તો આદીપુર-ગાંધીધામ સહિતના સીંધી વર્ગના આગેવાનો, સંસ્થા, સમાજ દ્વારા જો સીંધી સમુદાયને જ ગાંધીધામ સુધરાઈમાં કારોબારી ચેરમેન પદે તક નહી મળે તો આગામી લોકસભામાં ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી તો કોક હાલમાં ફાટો તેવો આક્રોશ પણ રાજકીય તજજ્ઞો દવારા હાલમાં જોવાતી સ્થિતી-સંજોગામાં ઉચ્ચારાઈ રહી છે.

 

 

 

 

 

ગાંધીધામ : સીંધી સમુદાયની વસ્તી અને પ્રભુત્વ ધરાવતી તથા એ કેટગરીની ગાંધીધામ નગરપાલીકામાં જયારથી કારોબારી ચેરમેનપદે સીંધી સમુદાયને તક-પ્રાધાન્યનું નીશ્ચીત થઈ જવા પામી ગયુ છે ત્યારથી જ આ સીંધી વિરોધી માનસીકતા ધરાવનારા શખ્સે નીતનવા હવાતીયાઓ આદરવાનુ શરૂ કરી દીધું છે. સીંધી ઉપરાંતના આ હરખપદુડા દાવેદારો સીંધીઓનું પત્તુ કાપવા અજમાવી રહ્યા છે શામ-દામ-દંડ-ભેદની રીતીનીતી માટે ગાંધીધામ કોમ્પલેક્ષનો સીંધી સમાજ જાગે અને સુધરાઈમાં કારોબારી ચેરમેન પદ પર તો નિર્ધારીત થયા અનુસાર સીધી સમુદાયને જ તક આપવી જોઈએ તેવી ધારદાર અસરકારક અભ્યાસપૂર્વકની રજુઆતો કરી દેખાડવી જોઈએ.
ગાંધીધામ સુધરાઈમાં કારોબારી ચેરમેન પદ માટે સીંધી સમુદાયના ઉમેદવાર નિશ્ચીત જ થઈ ગયા છે અને આ હરખપદુડાઓ કપાઈ ગયા હોવાની લગભગ લગભગ સ્થિતી સર્જાઈ ગઈ હોવાનુ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે તેથી જ સીંધી વિરોધી તત્વો વધુ રઘવાયા બન્યા છે.ચેરમેનપદમાંથી કપાઈ ગયા હોવાનુ ફલિત થઈ જતા સીંધીઓ સાથે એલર્જી ધરાવનારા આ હરખપદુડા બની બેઠેલા તત્વો આદરી રહ્યા છે નીતનવા કારસા. કયારેક પૂર્વ ધારાસભ્યના વિરોધમાં પત્રો-લેટરો લખી રહ્યા છે તો કયારેક વળી કોઈ નવી ફરીયાદો ઉપજાવી કાઢી રહ્યા હોવાની સ્થીતી સામે આવી રહી છે.
સીંધી સમુદાય દ્વારા આવા તત્વોનો ખુલ્લીને બહિષ્કાર કરવાનો આજ છે સાચો સમય. સુધરાઈમાં રાજકીય અહંમની લડાઈને આધારે કારોબારી ચેરમેનની નિયુકિત થશે તો કેરસીયાબ્રીગેડના વિરોધની અત્યારથી જ ચીમકી સમાજે પણ ઉચ્ચારી દેવી જોઈએ. સામાજીક તબક્કે સૌ એકત્રીત થાય અને રાજકીય અહંમ માત્રને પોષી રહેલાઓને પણ પોતાની રોષભરી લાગણીનો પડઘો પાડી દેખાડે તે જરૂરી બની રહ્યુ છે.
નોધનીય છે કે, ગાંધીધામ નગરપાલીકામાં પ્રમુખપદ અથવા તો કારોબારી ચેરમેનની ગોઠવણીઓ વરસાવરસથી આંતરીક સમજણના ભાગરૂપે પણ સીંધી સમુદાયને ફાળે આવતી જ રહેતી હોય છે. ભાજપને પણ જયારે આગામી લોકસભાની ચુંટણીઓ માથે તોળાઈ રહી છે અને વિધાનસભા વિસ્તારોમાં પણ જનમત ગત ચૂંટણીના પ્રમાણમાં ઘણો જ ઘટી ગયો છે તેવા સમયે રાજકીય હુંસ્સાતુસ્સી અને અહંમને પ્રાધાન્ય આપવાના બદલે જાતીગત સમીકરણોને સમતોલ એટલે કે બેલેન્સ કરી દેખાડવુ જ બની રહેશે ઉપયોગી. ગાંધીધામ સુધરાઈમાં હરખપદુડાઓ જે રીતે ગતકડાઓ અને હવાતીયાઓ ભુજમાં બેઠેલાઓના દોરીસંચારથી આચરી રહ્યા છે તેનાથી પક્ષને કોઈ જ ફાયદો થાય તેવુ સીધી રીતે દેખાતુ નથી.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી અને પક્ષના રણનીતી કારો ગાંધીધામમાં કારોબારી ચેરમેન પદે સીંધી સમુદાયને જ નિશ્ચીત કરે તે જ સૌના હિતમાં રહેલુ છે તેવુ પણ અંદરખાને જામેલા માહોલને જોતા લાલબત્તી ધરવી વધુ પડતી નહી કહેવાય.