સિરીયામાં રશીયાનો હુમલો : આઈએસના ૪૦ આતંકીઓનો સફાયો

મોસ્કો : સિરીયામાં કથિત દેર ઇઝઝોરના અમીર અને ટોચના કમાન્ડર સહિત ઇસ્લામિક સ્ટેટના ૪૦ આતંકીઓને મારી નાંખ્યા હોવાનો રશિયાએ આજે દાવો કર્યો હતો.’ દેર ઇઝઝોર શહેર પર રશિયાએ કરેલા હવાઇ હુમલાના પરિણામે ટોચનો કમાન્ડર, સંદેશા વ્યવહાર કેન્દ્ર અને આઇએસના ૪૦ આતંકીઓને મારી નાંખ્યા હતા’એમ રશિયન સંરક્ષણ મંત્રી એ એક નિવેદનમાં કહ્યું હતું. ‘પાકા સમાચાર મુજબ, માર્યા ગયેલાઓમાં ચાર મોટા ફિલ્ડ કમાન્ડરો અને દેર ઇઝઝોરના અમીર અબુ મોહમ્મદ અલ શિમાલીનો સમાવેશ થતો હતો’એમ મંત્રાલયે કહ્યું હતું. આઇએસના ‘મિનિસ્ટર ઓફ વોર’ તરીકે જાણીતા અને  પૂર્વ સોવિયેતના તઝાકિસ્તાનના ઉચ્ચ કક્ષાના આતંકી ગુલમુરાદ ખલીમોવને ગંભીર ઇજા થઇ હતી, એમ તેમણે ઉમેર્યું હતું. સિરીયન સેનાનો જવાબ કેવી રીતે આપવા તેની ચર્ચા કરવા દેર ઇઝઝોરમાં આઇએસના કમાન્ડરો ભેગા મળ્યા હતા ત્યારે જ રશિયાના એસયુ વિમાને આતંકીઓ પર બંકર તોડનાર બોમ્બ ફેંક્યો હતો. મંગળવારે રશિયાનું પીઠબળ મળતાં સિરીયન ટુકડીઓએ દેર ઇઝઝોરમાં હજારો નાગરિકો પર લાદેલા એક વર્ષ લાંબા ઘેરાને તોડી નાંખ્યો હતો. અગાઉ પણ ખલીમોવના મોતના સમાચાર આવ્યા હતા. અગાઉ એપ્રીલમાં આઇએસના ઉચ્ચ કક્ષાના મોસુલસ્થિત કમાન્ડર ગુલમુરાદ ખલીમોવના મોતના સમાચાર આવ્યા હતા. પૂર્વ કર્નલ ખલીમોવએ તઝાકિસ્તાનના આંતરિક ખાસ દળોના એકમમાં સેવા બજાવી હતી અને ૨૦૧૫માં આઇએસમાં જોડાયો તે પહેંલા એણે અમેરિાકમાં ટ્રેનિંગ લીધી હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા તઝાકિસ્તાનના ખલામોવે જેહાદી જુથની સાથે જવાનું નક્કી કરતો વીડિયો જારી કરતાં તઝાકિસ્તાનમાં ખળબળાટ મચી ગયો હતો.