સિરક્રીક મુદે પીએમ સદાય ચિંતિત : રક્ષામંત્રી

ગાંધીનગર ખાતે નિર્મલા સીતારામણે આપી પ્રતિક્રીયા : સૌરાષ્ટ્રની ભાજપે સોપી જવાબદારી : ગુજરાતમાં ભાજપની જવલંત વિજયનો કર્યો હુંકાર

ગાંધીનગર : કચ્છના છેવાડાના વિસ્તારમાં આવેલ સરક્રીક વિસ્તાર દેશની સલામતીને માટે વ્યુહાત્મક રીતે ખુબજ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને દેશના વડાપ્રધાન આ મુદાને લઈને સદાય ચિંતિત જ હોવાનો ઉદગાર આજરોજ કચ્છ પધારી રહેલા દેશના નવનિયુકત રક્ષામંત્રી નિર્મલા સીતારામણે ગાધીનગર કમલખ ખાતે પ્રશિક્ષણ વર્ગ બાદની મુલાકાતમાં ઉદગાર કર્યો હતો. તેઓ આજ રોજ સરક્રીક વિસ્તરની મુલાકાતે આવી રહ્યા છે. દરમ્યાન જ ભાજપ દ્વારા નિર્મલા સીતારામણને સૌરાષ્ટ્રની જવાબદારી આપવામા આવી છે.
તેઓએ કહ્યુ કે વર્ષ ર૦૧રની જેમ જ ગુજરાતની ફરીથી જવાબદારી મળી છે તે બદલ ખુશી છે. ગુજરાતમાં રૂપાણી સરકાર સારૂ કામ કરી ર છે. અને ભાજપનો જવલંત વિજય અહી ભાજપનો થશે તેવો વિશ્વાસ પણ સીતારામણ દ્વારા વ્યકત કરવામાઆવ્યો છે. ભાજ એકજુથ બની અને ચુંટણીજંગમાં જંપલાવશે.