સિમ્સ હોસ્પિટલ સામેના કેસમાં હાઈકોર્ટનો સ્ટે

અમદાવાદઃ અમદાવાદ સિમ્સ હોસ્પિટલના ડોકટરો અને ડીરેકટરો સામે ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કેસમાં કશ્યપ કોટકે કરેલી ફરીયાદ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે સિમ્સના ડીરેકટર અને ડોકટરોની રજુઆતોને ધ્યાનમાં લઈને તપાસ સામે સ્ટે ફરમાવ્યો છે. અરજદારોની રજુઆત છે કે ફોજદારી ફરીયાદ ચાર માસ કરતા પણ વધુ સમય વિત્યા પછી ફાઈલ કરવામાં આવી છે. ફરીયાદીએ મરનારનું પોસ્ટ મોર્ટમ નહીં કરવાનું પસંદ કર્યુ હતું અને અંતિમ વિધિ કરી હતી. ફરીયાદ ટકવાપાત્ર નથી કારણ કે કોઈ સક્ષમ ડોકટરોનો વિશ્વાસપાત્ર અભિપ્રાય લેવામાં આવ્યો નથી.