સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના પુત્રનું કોરોનાથી મોત

(જી.એન.એસ)વડોદરા,વડોદરા જિલ્લાના સાવલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના પુત્ર ચંદ્રજિત ચૌહાણનું કોરોનાથી મૃત્યુ થયું છે. ચંદ્રજિત ચૌહાણને વાઘોડિયા પાસે લીમડાસ્થિત ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ દિવસ અગાઉ જ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણનાં પત્નીનું બે દિવસ પહેલાં જ અવસાન થયું હતું અને બે દિવસ બાદ પુત્રનું કરુણ મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ખુમાનસિંહ ચૌહાણ પણ કોરોનાગ્રસ્ત છે. સમગ્ર પંથકના કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.વડોદરાના પુરવઠા ઝોનલ-૪ના નાયબ મામલતદાર તુષાર શાહનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જેને પગલે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.