સાવધાન કચ્છીઓ… હવે ચેતજો, આજે કચ્છમાં કોરોનાના 81 કેસો નોંધાયા

ગુજરાતમાં કોવિડ-19ના 8,152 કેસ નોંધાયા, 81 દર્દીઓએ કોરોનાથી ગુમાવ્યો જીવ

ભુજ : ગુજરાત સહિત કચ્છમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. હવે પરિસ્થિતિ હાથમાંથી જતી હોય તેવુ લાગી રહ્યુ છે. જો કચ્છીઓ હવે નહિ ચેતે તો કચ્છમાં કોરોનાને સદી ફટકારતા વાર નહિ લાગે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે તો કચ્છમાં કોરોનાએ વધુએ ફૂંફાડો માર્યો હોય તેમ નવો વિક્રમ સ્થાપતા જિલ્લામાં 81 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં 24 કલાકમાં નવા 8,152 કોરોના પોઝિટીવ કેસ દર્જ થયા હતા. અને 81 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.

કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં લોકોની બેદરકારી બારે પડતી હોય તેવુ લાગી રહ્યુ છે. જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર વૃદ્ધિ થઈ રહી છે. બુધવારે કચ્છમાં કચ્છમાં 68 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા બાદ આજે ગુરૂવારે જિલ્લામાં સર્વાધિક 81 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં આજે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 8,152 કોરોના પોઝિટીવ કેસ દર્જ થયા હતા. અને 81 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો. કચ્છની જ વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટીવ કેસોનો આંક રોજે રોજ ઉચકાઈ રહ્યો છે. લોકોની બેફિકરાઈ અને આપણને કોરોના ના થાય જેવી માનસિકતાને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે આજે પણ એક સામટા 81 કેસો સામે આવતા કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે લોકોમાં અંદરખાને ભય ફેલાયો છે. પરંતુ તેમ છતા જાહેર જીવનમાં બેફિકરાઈ જોવા મળે છે. આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 25 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયુ હતુ. કચ્છમાં વધુ 81 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 5674 થયો છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 5015 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 547 કેસો એક્ટિવ છે.