સાવધાન..!ઃ કાશ્મીરમાં હવે આતંકીઓના નિશાને છે ડીફેન્સ છાવણી

ઓપરેશન ઓલઆઉટથી આતંકીઓમાં ફફડાટ : હવે શોધી રહ્યા છે સોફ્‌ટ ટાર્ગેટ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલઆઉટથી ગભરાયેલા આતંકી રાજ્યમાં હવે સોફ્‌ટ ટાર્ગેટ શોધી રહ્યા છે. આતંકવાદી હવે એકલા શખસને નિશાનો બનાવી રહ્યા છે અથવા સ્થાનિકોના ઘરમા ઘુસીને તેમના ધમકાવી રહ્યા છે. આતંકીઓનો પ્રયાસ કોઈપણ રીતથી મહોલને તણાવપૂર્ણ અને દહેશતપૂર્ણ રાખવાનો છે. સિક્યોરિટી એજન્સી સૂત્રો મુજબ રાજ્યમાં આતંકીઓના ખાત્મા બાદ આતંકવાદી મોટા ટાર્ગેટ કોર્ડિનેટ નથી કરી શકતા આથી તે સોફ્‌ટ ટાર્ગેટ શોધી રહ્યા છે. પાછલા એક-દોઢ મહિનામાં આતંકી ઘટનાઓને જોઈએ તો સ્પષ્ટ છે તે આતંકી એવા લોકોને નિશાનો બનાવી રહ્યા છે જે કમજોર છે અથવા સુરક્ષાના ઘેરામાં નથી.
સૂત્રો મુજબ આતંકીઓનો મુખ્ય નિશાનો આર્મી કેમ્પ અથવા આર્મીનો કાફલો છે. આતંકીઓ તેમના પર હુમલો કરવાની તકમાં રહે છે. પરંતુ
પાછલા કેટલાક મહિનાઓમાં લીડરશિપનો આર્મીએ ખાત્મો બોલાવી દીધો છે. જેનાથી હવે પોતાનો આતંક ચાલું રાથવા માટે માહોલને તણાવપૂર્ણ રાખવા પર ધ્યાન આપી રહ્યા છે. આથી તે ક્યારેક સૈનિકોને ઘરથી ઉઠાવી રહ્યા છે, ક્યારેક રસ્તાથી, તો ક્યારેક નાગરિકોના ઘરમાં ઘુસીને ધમકી આપી રહ્યા છે. રવિવારે પણ ૪ આતંકી શાહગુંડમાં પીડીપી કાર્યકર્તા અબ્દુલ માજિદ ડારના ઘર પર જબરજસ્તી ઘુસી ગયા, તેમની પત્ની શકીલા બેગમના વિરોધ કરવા પર તેનું ગળ દબાવી દીધું.
સુરક્ષાબળોનું કહેવું છે કે રમજાન દરમિયાન સીઝફાયરમાં પણ આતંકીઓએ સામાન્ય નાગરિકોને નિશાનો બનાવીને ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ૨૫મેએ હજન ક્ષેત્રમાં મોહમ્મદ યાકૂગ વેગને તેના ઘરેથી આતંકીઓએ
કીડનેપ કર્યો અને પછી તેની બોડ ઘર પાસેના ખેતરમાંથી મળી. ૨૯ મેએ પુલવામાના ટાબમાં મોહમ્મદ અયૂબના ઘરને આતંકીઓએ તોડી નાખ્યું. તેને અને તેના પરિવાર સાથે મારપીટ કરી અને ધમકી આપી. ૮જૂને આતંકીઓએ અનંતનાગના કાકપોરમાં મંજૂર અહમદ પંડિત પર ફાયરિંગ કરી. મંજૂર એક હાર્ડવેર સ્ટોર ચલાવતો હતો. ૧૪ જૂનેશોપિયામાં આતંકીઓએ કિફાયત મીરની દુકાનમાં આગ લગાવી દીધી. આ દિવસે જ પુલવામાં લગભગ ૬ આતંકીઓએ ગુલામ નબી મીરના ઘર પર જબરજસ્તી ઘુસી ગયા અને પરિવાર સાથે મારપીટ કરી. સુરક્ષાબળોનું કહેવું છે કે આતંકીઓ પાછલા ઘણા સમયથી ધમકાવાની અથવા ફાયરિંગ કરવાની ઘટના વધુ કરી રહ્યા છે. સેનાએ પોતાના ઓપરેશનથી આતંકીઓના લીડર્સને સાફ કરી નાખ્યા છે અને તેમના નવા નવા સાથી લોકોમાં ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.