સામાજીક એકતાના બાબાસાહેબના ‘સંદેશ’ને અનુસરીએઃ પીએમ

વડાપ્રધાને ધંધુકામાંથી વિરોધીઓ પર ચલાવ્યા શબ્દોના તીર ઃ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્થાનિક દિગ્ગજો રહ્યા વિશેષ ઉપસ્થિત ઃ બંધારણના ઘડવૈયાને મોદીજીએ કર્યા યાદ ઃ ધંધુકાના પ્રફુલ્લભાઈ-પરીવારની મોદીએ વ્યકિતગ આપી ઓળખ

અમે ‘દીકરીને બંદુકે દેજા-પણ ધંધુકે ન દેતા’ની
ઉકિતને ઉલટાવી દે તેવો વિકાસ કરી દેખાડયો ઃ પીએમ

 

દેશને ‘ચૂંટણી’ના ત્રાજવે ન તોળાય :  નરેન્દ્ર મોદી
રામમંદીરનો મુદો ચૂંટણીનો મુદો નથી, લોકસભાની ચૂંટણી ર૦૧૯ કોંગ્રેસ લડશે કે વકફ બોડ?ર્ ઃ મોદીએ સિબ્બલની અરજી પર વરસાવ્યા ચાબખાં
ધંધુકા ઃ નરેન્દ્ર મોદીએ આજ રોજ ધંધુકામાં જાહેરસભાને સંબોધી હતી અને તેમાં તેઓએ ચૂંટણીને ધ્યાને રાખીને સરકારે નિર્ણય ન લેવાના હોય પરંતુ દેશમાં શાંતી-સલામતીને માટેના નિર્ણયો લેવાના હોય છે. તેઓએ ત્રીપલ તલ્લાકના મુદે ભાજપે કરેલી કાર્યવાહી યુપીની ચૂંટણીને ધ્યાને લીધા વિના જ કરી હતી તો વળી તેવી જ રીતે રામમંદીર-અયોધ્યા વિવાદ પર કપીલ સિબ્બલે ચૂંટણી પ્રભાવીત થયાની કરેલી ટીપ્પણીને પણ મોદીએ આડહાથ લીધી હતી. ભાજપ ચૂંટણીને ધ્યાને રાખીને નિર્ણય નથી કરતુ પણ દેશનું ભલુ કરવાને માટે કરે છે.

 

 

ધોલેરામાં વહાણવટ્ટાનું વૈશ્વીક સ્તરનું મ્યુઝીયમ બનાવીશું
ધંધુકા ઃ નરેન્દ્ર મોદીએ આજ રોજ ધંધુકામાં જાહેરસભા સંબોધતા કહ્યુ હતુ કે, ધોલેરામાં સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીઝીયન બનાવ્યુ છે અને હવે આગામી દિવ્સોમાં અહી વૈશ્વીક કક્ષાનો વહાણવટ્ટાનો મ્યુજિયમ અહી લાવીશું અને અહી જ આંતરરાષ્ટ્રીયકક્ષાનું એરપોર્ટ આપી રહ્યા છીએ. મ્યુજિયમથી અહીના પ્રવાસનનો વિકાસ થવા પામશે.

 

 

મોદીના અભિભાષણના અંશ
•એક પરીવાર માટે હિન્દુસ્તાનમાં વરસોથી સુધી કારસાઓ રચા• છ દાયકાઓ સુધી ન થયેલુ કામ અમે ૧૦ વર્ષમાં કરી દેખાડયુ•બાબાસાહેબે ભારતમાં પાણીનું સામનર્થ રાખવાનું કાર્ય કર્યુ• ભારત સરકાર સોલાર ટેંકનું બીડુ ઉપાડયુ છ.વીજળીના બીલ વિના પાણીની ટાંકી ભરાઈ જશે , ગુજરાત-દિલ્હી સરકાર કામ કરી રહી છે • માત્ર મંદીરોમા આંટાફેર મારવાથી વિકાસ ન થઈ જાય?• ધોલેરાની ઉપેક્ષા મોદી સરકાર પહેલા કેમ થતી રહી?• મોદીએ રૂપાણી-આનંદીબેન પટેલને અપ્ય અભિનંદન• પીએમ કૃષીસિંચાઈ યોજના અમલી બનાવી- કોલ્ડ્રીંકસમાં પણ હવે ફ્રુટનો થશે ઉપયોગ• ૩૦ કરોડ નવા બેંક ખાતા ખુલ્યા• કટકી કંપની બંધ થતા કોંગ્રેસને વાંધો પડે છે • ગુજરાતની પેઢી હુલ્લડોમાંથી મુકત થઈ છે • ગુજરાતને સલામતી અપાવવા માટે અમે ઘણુ સહન કર્યુ છ• ગાડી-બંગલા બધુ હોય છતા સલામતી ન હોય તો શું કામની?• મોદીના અભીભાષણમાં વિકાસ, વિપક્ષ,ગુજરાત મોડેલ, ખેડુત, સલામતી, ભાવી રોડમેપની યોજનાઓ, ત્રીપલ તલાક, બાબાસાહેબ આંબેડકર સહિતના મુદાઓ છવાયા

 

ધુંધુકા : મોદીજી સહિતના ભાજપના મોભીઓ ગુજરાતમાં ભાજપના ૧પ૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવાને માટે ભાજપ દ્વારા એડીચોટીનું જાર લગાવવામા આવી રહ્યુ છે. ઠેર ઠેર દિગ્ગજા દ્વારા સભાઓ સંબોધી ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે. આજ રાજ ધંધુકામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાને સંબોધન કર્યુ હતુ. તેઓએ જનસભાની સાથે સીધો સંવાદ સમાન અભિભાષણ આપી અને વિરોધીઓ પર વાર કરવાની સાથે જ ભાજપને મત આપવાની અપીલ એકંદરે પણીએમ મોદી દ્વારા કરવામા આવી હતી.
સુસવાટા મારતા ઠંડીના પવનની વચ્ચે જ પહોંચી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મારૂ સૌભાગ્ય છે કે, પૂજય મહાજરા સાહેબશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. ઉપસ્થિત મહારાજશ્રીઓને મોદીજીએ પ્રણામ કરી આર્શીવાદ મેળવ્યા હતા.તેઓએ કહ્યુ કે, ગઈકાલે હું ભાવનગરમાં હતુ અને ધંધુકાની યાદ તાજી કરી હતી. એકતરફ ત્રણ દીવસ વાવાજાડાની ખબર આવતી હતી પણ આતો ગાંધીની ધરતી છે ગમે તેવો ઉકાળો હોય, ઠંડો પડી જાય. મોદીજી કોંગ્રેસનુ નામ લીધા વિના જ આવે છે આવે છે..ના નારા લગાવનારા બનારસ-યુપીમાંથી તો ગઈ હવે આગામી નવમી અને ૧૪મીએ ગુજરાત તેમને જવાબ આપશે તેવો પણ હુંકાર કર્યો હતો. એક પરીવારનું ભલુ કરવા માટે ભારતમાં સતત ષડયંત્રો ચાલતા રહ્યા. અને જાહેરજીવનમાં તેમાં ન માત્ર સરદાર સાહેબ પણ બાબાસાહેબની સાથે પણ અન્યાય કરવામ આવ્યો હતો. ભારતનું બંધારણ એ સભાની મેમ્બરશીપની ચૂંટણી ચાલતી હતી જેમા બાબાસાહેબ મહારાષટ્રના અને જન્મ એમપીમાથી થયેલો હતો, કોંગ્રેસનું
આભાર – નિહારીકા રવિયા એકચક્રીશાસન ચાલતુ હતુ, પંડિત નહેરૂની બોલબાલા હતા તે વખતે બાબાસાહેબ જેવા વિદ્વાન વ્યકત તે સમયે વિદેશમાં અભ્યાસ કરેલા ,તેવા બાબાસાહેબને બંધારણસભામા વિજયી થવા માટે બંગાળ જવુ પડયુ અને ત્યા શ્યામાપ્રસાદજીની મદદ લેવી પડી હતી. ભારતની પોતાની રિઝર્વ બેકનો વિચાર બાબાસાહેબે જ આપયો હતો.બધારણ સભામાં બાબાસાહેબે બુદ્ધી અને સામર્થયનો પરીચય આપ્યો હતો. જયા સુધી કોંગ્રેસનો વાવટો ફરકરતો રહ્યો ત્યા સુધી બાબાસાહેબને કયારે યાદ જ ન કરવામા આવ્યા. મોદીજીએ બાબાસાહેબને શ્રદ્ધાજલી અર્પી હતી. સાથોસાથ બાબાસાહેબના સામાજીક એકતાના મંત્ર યાદ કરાવ્યો હતો અને છેવાડાના માનવીને સાથે રાખી વિકાસયાત્રાને આગળ ધપાવવાના સદેશને પુરજાશેમાં આગળ વધારતા રહીને મહાપુરૂષને અંજલી આપીએ તેવી હાકલ કરી હતી તેઓએ આજ રોજ બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યાહ તા અને કહ્યુ કે, પાણી, વિજળી સહિતની માળખાગત સુવિધાઓને વિકાસાવવા માટેના દિર્ઘદ્રષ્ટીભર્યુ કોઈએ કામ કર્યુ હોય તો તે બાબાસાહેબ હતા.
મોદીજી ધંધુકાના પ્રફુલ્લભાઈ પરીવારની વ્યકિતગત ઓળખ સભામાં આપી હતી અને કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યુહ તુ કે, ધંધુકામાં એક કહેવત મને યાદ આવે છે, ‘દીકરીને બંદુકે દેજા-પણ ધંધુકે ન દેજા’. ધંધુકામાં પાણીના વલખા હતા અને તેની સમસ્યાને ઓળખી અને હું સીએમ બન્યો તે પછી પાણીની અહીની પીડા દુર કરી દીધી છે. મા નર્મદાનુ પાણી, ચેકડેમ બનાવાવનુ કામ રાણપુરમાં બનાવ્યા હતા. ભાજપે પાણી , આરોગ્ય, શિક્ષણ, કન્યા કેળવણી સહીતના મામલે સીમાચિહ્નરૂપ કામ કર્યુ છે. તેઓએ ક્હયુ કે, આપણા ધંધુકામા જયારે આવતો ત્યારે પ્રભાત શાખા શરૂ કરવાની વાતક રતો અને બધાય કહેતા કે સવારે વહેલા ઉઠવાની વાત ન કરતો. ધંધુકામાં સવારે પાણી માટે લાઈનમા ઉભા રહેવુ પડતુ. ધંધુકામાં દર વરસે એક કાર્યક્રમ હું પહેલા જરૂર કરતો હતો. ઓળો ખાવાનો-મોજ કરવાની સ્મૃતી મોદીએ તાજી કરી હતી. ઘણીવાર સારૂ પુસ્તક વાંચવુ હોય તો ધંધુકાથી અમદાવાદ લોકલ ટ્રેનમાં બેસી જાઉ એટલે પુસ્તક નિરાંતે પુરી થઈ જતી હતી. આજ રોજ આ સભામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઈ વાઘાણી, પ્રદીપસિંહ વાઘેલા, સૌરભ પટેલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.